પૃષ્ઠ:Tarlaa.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


અને સ્વચ્છ રહેતી. માંસલ [૧] શરીર, ખીલતી જુવાની, સ્વતંત્રતા અને કેળવણીની અસર વીણા ઉપર સ્પષ્ટ દેખાતાં હતાં. ઇંગ્રેજી મેટ્રીક સૂધી ભણી હતી, અને પિતા પાસે સંસ્કૃત-ઇંગ્રેજી પુસ્તકો રાતના વંચાવતી. હાર્મોનીયમ સાથે ચાંદનીમાં પિતા અને માતાની હાજરીમાં વીણા અગાશીમાં બેઠી બેઠી એકાદ ગીત લલકારતી ત્યારે આકાશના તારા તેમ જ ચંદ્ર આ મનુષ્ય–કોકીલાનો [૨] દૈવી સૂર સાંભળવા ત્યાં જ ઠરી ગયા લાગતા. ગોપીપુરામાંના સહેલાણી સુરતીઓ અમદાવાદી કુટુમ્બની આ મેનાનાં જાબજા વખાણ કરતાં, અને આ મેનાના પોપટ થવા અનેક યુવાનો ફાંફાં મારતા. વીણા સ્વતંત્ર હતી, મરજીમાં આવે ત્હેની સાથે બોલતી એ વાત ખરી; પરન્તુ ત્હેનામાં એક પણ જાતનું કવાણું નહોતું. વિણાની માતા કડક હતી. કિશોરીલાલથી વીણા જેટલી ડરતી નહોતી તેથી ડબલ તેની માતાથી ડરતી અને આનું પરિણામ સારું આવ્યું. નિશાળમાં ક્રિશ્રિઅન છોકરીઓને સોબતમાં પ્રેમની નવલકથાઓ-ચુડેલના વાંસા જેવી વાતો-વાંચવાના રસમાં પડતી હતી ત્યાં માતાને ખબર પડી અને વીણા ઉપર દાબ રાખ્યો અને શુદ્ધઅશુદ્ધ પ્રેમ પારખતાં પુસ્તકોદ્વારા શિખવ્યું. જગતમાં અનીતિ, બગાડ વિશેષ છે ને અનીતિના પરિણામ પણ અનિષ્ટ [૩]આવે છે ખરાં, પણ તેટલા માટે અનીતિ શું છે તે બતાવવાની જરા જરૂર નથી. પ્રકાશ નજરે આવતાં અંધકાર શું છે તે જણાવવાની જરૂર રહેતી નથી. સુગંધીદાર પુષ્પોની સુગંધ આવતાં નિર્ગધી પુષ્પો બતાવવાની જરૂર હોતી નથી, સન્માર્ગ નજરે પડતાં કુમાર્ગ કયો એ કહેવાની જરૂર નથી. કુદરતે જ બાળકને નાનપણથી સુંદર ઓળ ખતાં શિખવ્યું છે. પૈસો ને રૂપીઓ મૂકો એટલે બાળક રૂપીઓ ઉપાડશે.

વિણા વયમાં આવતી ગઈ તેમ તેની માતા વધારે ચોક્કસ


  1. ૧. ભરાવદાર
  2. ૨. માણસરૂપી કોયલ.
  3. ૩. ખરાબ.