પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૨
તરલા અથવા ઉર્મિનો આવેગ


વિણાને નહી. ગમે તેમ હોય પણ ક્યારે સાંજ પડે અને મીજલસમાં જાઉં એમ થાય છે. આ પત્રિકા મ્હને શા માટે આપી ? પિતાજી ના કહેશે ? પિતાજી ના કહે એવા તો નથી. પણ-બા રે! જીવ આટલો અધીર શા માટે થાય છે? જે હશે તે જણાશે. વીણાના નાદથી [૧] ભલભલા ભૂજંગ ઉડા દરમાંથી ખેંચાઈ આવે છે તો આ ભૂજંગના શા ભાર !


પ્રકરણ ૧૩ મું.

ભૂજંગલાલને ત્યાં.

નંદાગૌરી મુંબાઈથી હમણાં જ આવ્યાં હતાં અને તરલાની હકીકત પુત્ર પાસેથી સાંભળી ખિન્ન [૨] થયાં હતાં. ભૂજંગલાલ ગમે ત્યાં હરે ફરે, ગમે તેમ વર્તે ત્હેની નંદાને જરાય દરકાર નહોતી. પોતાનો પુત્ર હોંશીયાર છે, ભલી ભલી કન્યાઓ તેનાથી અંજાઈ જાય છે એ જાણી પોતાના પુત્ર માટે ફુલાતી. પરંતુ લગ્ન ન કરવાની ભૂજંગલાલની હઠ જરાયે ગમતી નહી. છોકરો ભણ્યો ગણ્યો, બે પૈસા છે ને કમાતો થયો, ઉમરલાયક છે, માગાં આવે છે ત્યારે શા માટે ના પરણાવું ? ઘરમાં વહુને ફરતી જુએ, ચાર દહાડે વહુને સારા દિવસ આવે અને છોકરાના છોકરાને રમાડું એ સ્વપ્નાં નંદાગીરીને હવે આવતાં હતાં. આટલે વર્ષે લીલા જેવી વહુ મળી. શિયાળામાં લગ્ન થશે ને વહુ ઘેર આવશે એ નંદાની આશા એકદમ નાશ પામી. પછી ભૂજંગલાલે તરલાને પસંદ કરી જાણી નંદાની નાશીપાશી-નિરાશા જતી રહી. લીલા કરતાં તરલા હજાર દરજ્જે સારી. મુંબાઈ જતાં ગાડીમાં અનુભવ થયો હતો. શણગારભાભી મારફત તરલાની હકીકત મળી હતી. સુમનલાલ જેવાની સાથે વિવાહ તોડી તરલા ભૂજંગલાલની થશે


  1. ૧. અવાજથી.
  2. ૨. દિલગીર.