પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


જેવા કાચના કકડાને રત્ન માની બેઠો હતો. સંગીતના ભાવ જ ઓર છે. બડી હોંશીયાર લાગે છે ! કોણ જાણે મને જ સંભળાવવા આ ગીત બન્યું લાગે છે. વીણા વીણા ! ત્હારા હૈયાની વાતડી કાઈ પૂછતું નથી. મ્હારા હૈયામાં જે થાય છે તે જ ત્હારા હૈયામાં થતું હશે, હા, ત્હારા દિલરૂપી દરિયામાં મારા જેવાં કેટલાંય મોતી ભર્યા હશે તે જાણવાની મ્હારે શી જરૂર છે? હું હોઉં તો બસ. દૂર આંબાવાડીયામાં ટહુકતી [૧] કોકીલા-પપૈયા ખરેખર અત્યારે આપણને બેને જ મુંઝવે છે. વિણા ! જેમ ત્હારી આશાના અક્ષરો લૂછવાની તું ના કહે છે તેવી જ મ્હારી આશાના અક્ષરો લૂછી મને નિરાશ ન કરીશ. વિણા ! ત્હેં લીલા-તરલાની હકીક્ત સાંભળી લાગે છે! પ્રારબ્ધને પૂરના [૨] સામે નહીં . લીલા-તરલાના નામ સાથે જોડાવું મારા પ્રારબ્ધમાં લખાયું હશે તે થયું, હવે તું છે. હા, હું જગનો જોદ્ધો છું, પણ એ જોધ્ધાને જય અપાવવુ ત્રાહા હાથમાં છે.”

ભૂજંગલાલ વીણાની સામું જ જોઈ રહ્યો હતો, પરંતુ વીણાએ તેની તરફ નજર સરખીએ કરી નહી. શું વીણાના મનમાં કાંઈ જ નહી થતું હોય? તેમ હોય તો આ ગીત ગાય જ કેમ ? થતું હોય તો જરા પણ સામું ન જુવે એ કેમ બને? ભૂજંગલાલ ખરેખર નરમ થયો. આખા શરીરમાં વિણાના તારનો ઝણઝણાટ થયો. અગાશી, બ્રહ્માંડ ભમતું હોય એમ લાગ્યું. વિણાની સાથે વાત કરવા, એની સાથે નજર મેળવવા, એના સ્મિત હાસ્યનો [૩] અનુભવ કરવા ભૂજંગલાલે બહુ બહુ યત્ન કર્યા પરંતુ નિરર્થક.

વીણા નિમંત્રણ પત્રિકા વાંચી ભૂજંગલાલને ત્યાં જવા તલપાપડ થઈ હતી એ જાણ છીએ તે પછી વીણું આટલી બધી બેદરકાર કેમ રહી હશે એ સ્વાભાવિક પ્રશ્ન થાય. વીણા નિડર [૪] હતી-શરમાળ


  1. ૧. ટહુકો કરતી.
  2. ૨. નસીબના રોહ.
  3. ૩. હસતા મોઢાનો દેખાવ.
  4. ૪. બ્હીક વિનાની.