પૃષ્ઠ:Tarlaa.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮
તરલા અથવા ઉર્મિનો આવેગ


બીજાની ફરજો બજાવવી એ અમારો ધર્મ છે, પણ સ્ત્રીઓ માત્ર પુરૂષોના આનંદનું સાધન છે એમ પુરૂષો માનતા હોય તો એમની ભૂલ છે. ભૂજંગલાલ સાથે લગ્ન થાય એ મ્હને પસંદ છે, પણ સ્ત્રી ઘરમાં નાંખી મૂકવાનું ઢોર છે, પોતે ગમે ત્યાં ને ગમે તેની સાથે ફરે તેથી અમને કાંઈ થાય નહીં એમ માનતા હોય તો તેની ભૂલ છે. એ ક્યારે આવે કે આપણે કઈ રીતે દંપતીસુખ—ગૃહસુખ ભોગવીએ, જનસમાજનાં કર્તવ્ય કરીએ એમ અમને થાય તેમ પુરૂષોને પણ થવું જ જોઈએ. આ પાર્ટી મારે માટે થઈ છે એ હું સારી રીતે જાણું છું; ભૂજંગલાલ હરેક બહાનાં કરી અહીં આવી ગયા. મેવાની તાસક, દુધનો પ્યલો મ્હને આપી ગયા, મ્હારી સાથે વાત કરવા આવી ગયા એ હું જાણું છું. પણ હું જ પતંગીયું છું ને દીવાની પાછળ પાછળ ભમું એવી માન્યતા હોય તો તે કઢાવવા માટે જ એના તરફ જોતી નથી, બાકી મ્હનેએ લાગણી થાય છે. હમણું કોઈ કહે કે ભૂજંગલાલ ફલાણીને પરણે છે તો મારા મનમાં કેવો અરેરાટ થાય તે સમજું છું. પણ અત્યારે તો આમાં જ મજા છે.” વીણાના મનમાં આવા વિચાર ચાલતા હતા ત્યાં કિશોરીલાલ આવીને વીણાને અગાશીના એક ખૂણામાં લઈ ગયા ને કહ્યું

'વીણા! પેલાં નંદાગૌરી ! ભૂજંગલાલને આપણે ત્યાં કાલે બોલાવીશું? ત્હારી મરજી હોય તો કહું.'

એક પિતા પુત્રીને વધુ શું કહી શકે? પુત્રીને બનતી રીતે સારામાં સારી કેળવણી આપે, એના શરીર અને મનને ઉલ્લાસથી ખિલવા દે. કાંઈક સારું ખોટું સમજી શકે એવી થાય છતાં લગ્નના કાર્યમાં એની જરા પણ સંમતિ ન લે તો પછી એનું શું ભવિષ્ય ? કિશોરીલાલ સમજતો હતો. વિણાને માટે વરની ખોળ કરતો હતો, યોગ્ય વરનાં નામ ગુણ વિણાના ધ્યાનમાં લાવતો અને પરોક્ષ રીતે એની ઈચછા જાણીને જ-એની ઈચ્છા પ્રમાણે જ વરાવવા–વિવાહ કરી