પૃષ્ઠ:Tarlaa.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬૧
વીણા.


લાગણીથી દોરવાતી તરલાને-લોહચુબક લોખંડને ખેંચે એમ-ખેંચી, પરન્તુ તરલા તરલ સ્વભાવની હતી-લાગણીથી ભરેલી હતી એ વાત ખરી પણ એ લાગણીઓ હલકી નહોતી. તરલા ઈશ્વરતે ઓળખતી, લગ્નની જવાબદારી અને જરૂરીઆંત સમજતી. સ્ત્રી કે પુરૂષે એક કાર્ય કરો બેસી રહેવાનું નથી પણ એ કાર્યથી જનસમાજ ઉપર જે સમાજમાં પોતે છે તે ઉપરશી અસર થશે તે જોવાનું છે એમ તે સમજતી. એની કેળવણી ઉપલકીયા નહોતી. એ આર્ય સંસારની રચનાનું રહસ્ય [૧] સમજતી. નીતિના ઉચ્ચ સંસ્કાર પડ્યા હતા અને ઉચ્ચ લાગણીથી ખેંચાતા છતાં સારાસારનો [૨] વિચાર કરી શકતી, અને જે પળે એને લાગ્યું કે ભૂજ્ગલાલ લગ્ન કરવા ઇચ્છતો નથી તેજ પળે એની પ્રત્યેનું સન્માન નષ્ટ [૩] થયું. ભૂજગલાલ પ્રત્યેના ભાવને દાબી નાખતાં એને ધણું કષ્ટ થયું, પરન્તુ ભૂજ્ગલાલને બદલે સુમનને વિશેષ બળથી હદયમાં જડયો. જુના સસ્કારોને લીધે ભૂજગલાલની હાજરીમાં લાગણીઓનો વેગ યઇ આવતો, પરન્તુ ક્ષણવાર ક્ષોભ થયા પછી એ શાંત પડતો.

ભૂજંગલાલ આમ તરલાના સબંધમાં નાશીપાશ થયો હતો ત્યાં રંગભૂમિ_ઉપર વીણા દાખલ થઇ, વીણાનું સૌ'દર્ય, વીણાની બોલવાની છટા જ એવી હતી જ ભૂજંગલાલ આકર્ષાયો. લીલા-તરલામાં ન ફાવેલો ભૂજગ રખેને આમાંએ ન ફાવું એ ભયે મનનું સમતોલપણું ગુમાવતો ગયો અને વીણાના સંગીતમાં ભૂજગ લુબ્ધ [૪] થયો. વીણાનો ખેંચ્યો ખેંચાયો. વીણાના નામની રટણ ચાલી, એને જ સ્વપ્નામાં જોવા લાગ્યો અને વીણા વિના જીવન શુષ્ક [૫] નિરસ લાગવા માંડ્યું.



  1. ૧. અંદરનો ભેદ.
  2. ૨. સારૂ માઠું.
  3. ૩. માયાની લાગણી જતી રહી.
  4. ૪. મોહિત.
  5. પ. સુકું.