પૃષ્ઠ:Tarlaa.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૭
કાયદો, ન્યાય કે આપધાત.


સ્થિતિ! હું જીવતા છતાં–મ્હારામાં વર લેવાની શક્તિ છતાં તરલા બીજાની–એ હરામીની! એ બન્ને સાથે હરેફરે ને હું જોઈ રહું! ખૂન કરે ! ખૂન ! ખૂન કેવું ? ભૂજંગને મારું તે તરલા–મ્હારા પ્રેમનું પહેલું પાત્ર વિધવા થાય. પરણી ન હોય તો સુમન, ભૂજંગ તેમ ત્રીજો! એ સ્થિતિ એને ગમે ખરી ? ભૂજંગને મારું પછી હું તો ફાંસીને લાકડે કે કાળા પાણી જ જાઉ ને? તરલાના નાજુક બદનમાં છરી ભોંકું તો? એ નાજુક બદનમાં આ હાથે છરી ભોંકાશે ખરી ? જે તરલાનો આત્મા, જે તરલાનું બદન મ્હારે આનંદનું સ્થાન હતું તેનું જ મારે હાથે ખૂન ? ના. ના, એ તો ન જ બને. ત્યારે એકજ ઉપાય-હું જ જાઉં. આપઘાત કરૂં તો ? બસ એજ. તરલાએ જ વાત નહોતી કહી કે ગ્રાન્ટરોડના સ્ટેશન ઉપર પેલો આદમી કચડાઈ ગયો ને ભૂજંગે બસો રૂપીઆ આપ્યા હતા. આપ મુવા પીછે ડુબ ગઈ દુનિયા. પછી ભલે તરલા અને ભૂજંગ પરણે. દેખવુંએ નહિ ને દાઝવું નહિ. સુરતથી ક્યાં જાઉં છું એ મ્હેં કોઈને કહ્યું નથી. તરલા શણગારભાભીને ત્યાં ગઈ હતી. અહી હજી કોઈ મળ્યું નથી અને કોઈને મળવાનો નથી. માકુભાઈએ સલાહ આપી હતી તો ન્યાતમાં વાત લાવત. આ તે હવે એજ.' સુમનલાલ–સુરતનો જાણીતો કસ્ટમ્સ ઓફીસર-જીવનની અનેક ઉમેદોથી ભરેલો સુમનલાલ–એક ગાંડા માણસની માફક ચાલ્યો જતો હતો.

સાંજના સાત વાગી ગયા હતા. ચર્ચગેટ સ્ટેશન ઉપર દરિયાકિનારે હજારો લોકોની અવરજવર ચાલતી હતી. ચર્ચગેટને ઝાંપા ઉઘાડવા વાસવા ધડીએ ઘડીયે કેબીનમાંથી ઘંટ થતા, દરવાજાવાળા સીપાઈઓ સંચાની માફક ઉઠતા, આવતીજતી ગાડીઓના ઘોડા ઉપર ઝાંપો ફેંકતા હતા. ફાટક પાસેથી પગપાળાનું ટોળું નિકળતું હતું. ઓફીસરો, વિદ્યાર્થીઓ, વ્યાપારીઓ જેઓ મુંબઇનાં ગામડાંમાં રહેતા હતા તેઓ ૭–૫૪ ની ફાસ્ટ લોકલની વાટ જોતા હતા. પાસવાળા-પાસવાળા છે એમ રોફથી મનાવનારા અને રેલ્વેની સપ્ત ચોકસી