પૃષ્ઠ:Tarlaa.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૭
અરવિન્દ અને લીલા.


ભાટચારણ પાસે વાત કહેવડાવવાનું નક્કી કરી ખેડુતોને ભેગા કરતો. ખેડુતોને ત્યાંની મજલસમાં જાતે હાજર રહે, દુનિયાની નવાઈઓ, બનાવો કહેતો. નકશાઓ મંગાવી એમના જ્ઞાનની સીમા મ્હોટી કરતો, ટેલીસ્ક્રોપ કે ફોનોગ્રાફ મંગાવી એમને મોજ આપતો. આમ જ્ઞાન, ગમ્મત અને અરવિન્દના સમાનભાવથી [૧] ખેડુતોમાંથી દારૂ અને જુગારની બદી દૂર થઈ. અરવિન્દને હવે મુંબાઈ સાંભરતું નહોતું. કાઠિયાવાડમાં ચોરવાડ, વેરાવળ કે પ્રભાસપાટણમાં એકાદ દિવસ જઈ આવતો અને જે આનંદ ત્હેને ત્યાં પડતો તેવો આનંદ મુંબાઇમાં નહી પડે એવી એને ખાત્રી થઈ હતી. વસન્તલાલે બેચાર કાગળ લખ્યા હતા, પણ અરવિન્દ એકને બે થયો નહી. 'મુંબાઈ! મુંબાઈ શા માટે જવું? લોકો પાસે મશ્કરી કરાવવા? ત્યાં જાઉં ને લીલાને જોઉં, કોઈ લીલા માટે પૂછે તો? લીલા માટે આવ્યા હશો! બબેવાર હાર ખાધા પછી મુંબાઈ શા માટે જવું? બળવા માટે ? ગઈ ગુજરી કોણ ઉધાડે.' લીલાના મનની સ્થિતિ અરવિન્દ જાણતો હત, ભૂગલાલનો હવેનો ઈતિહાસ એને મળ્યો હત, પોતાને માટે લીલાના વિચારો જાણ્યા હત, લીલા-વ્હાલી લીલા–અરવિન્દના નામની જપમાળા જપે છે એમ જાણતા હતત્ તો મુંબાઈને ધિક્કારનાર અરવિન્દ ફરીને એકવાર લીલા પાસે જાત. પણ અરવિન્દ આમાંનું કાંઈજ જાણતો નહી અને આવી સ્થિતિમાં પોતાને માટે હલકો અભિપ્રાય બંધાવવા જવું યોગ્ય ન ધાર્યું

પરંતુ એમ બન્યું કે એની જાગીરને અંગે મુંબાઈ જવાનું આવ્યું. અરવિન્દને મુંબાઈ જવાનું આવતાં મુંબાઇના ભૂતકાળના સઘળા દિવસો સાંભર્યા. 'બસ! મુંબાઈ જવું તો ખરું, પણું બ્હારોબ્હાર હોટેલમાં ઉતરી કામ કરી બીજે દિવસે ત્યાંથી નિકળી જવું એમ નકી કરી અરવિન્દ મુંબઈ આવ્યો. તાજમહાલ હોટેલમાં ઉતર્યો. જે કામે આવ્યો હતો તે કામ પૂરું ન થયું. એક દિવસ રહેવું પડ્યું, સાંજના બેકબે ઉપર ફરવા ગયો અને બેકબેની રેતીમાં જઈ


  1. ૧. એક સરખા ગણવાની લાગણીથી.