પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૬
તરલા અથવા ઉર્મિનો આવેગ

 આમ છેવટે ખબર અપાતી હશે? આમ શરીર એકજ લથડી ગયું છતાં મને ખબર નહી ? કયાં છે તેને પણ પત્તો નહી ? ભાઈ, હવે કેમ છો ?'

જુગલ અરવિન્દનું નામ રટતો હતો, એ ભાઈ આવ્યો છે એ શબ્દ કાને પડતાં, ઘણા દિવસથી જેને માટે તલપતો હતો તે આવ્યો એટલે કાંક તેનું માનસિક બળ વધ્યું હતું અને એ બળને અંગે જ જાગૃત થયેલ હતું. એણે અરવિન્દ સાથે વાત કરવા માંડી, પણ પછી કરી નહી કે કરી શક્યો નહી. આથી અરવિન્દનો ગભરાટ વધ્યો. અરવિન્દે લીલા આવ્યાની ખબર કહી અને જુગલને કાંક સંતોષ થયો હોય એમ એના મ્હોં ઉપરથી જણાયું. લીલાને બોલાવું કરી અરવિન્દ ઉઠ્યો. અને અરવિન્દને આ બહાને પોતાની લાગણીઓ છુપાવવા જરૂરનું હતું. પરંતુ બહાર આવ્યા પછી જ એને લાગ્યું કે લીલાને આ સ્થળે લાવવાથી એના હૃદયને વધારે દુઃખ થશે એટલે લીલાને લઈ જવાનો વિચાર માંડી વાળ્યો. ત્યાં લીલા અરવિન્દના ગભરાયેલા ચહેરા સામું જોઈ બોલી ઉઠી :

'કેમ ! શું છે ? આટલા ગભરાયેલા કેમ છો ?'

'અરે ત્રાસ થાય છે. હું મુંઝાઉં છું. લીલા ! લીલા! તું મારી સાથે શું કામ આવી?'

કોણ જાણે કેમ લીલા અરવિન્દના આ પ્રશ્નથી જરાયે ચ્હીડાઈ નહી. મોહમયી મુંબાઈમાં મોજ માણવાની આશાએ આવેલી લીલા આ સરિદ્રતાના દુખના વાતાવરણથી શાન્ત થઈ કે કોણ જાણે કેમ પણ તે અરવિન્દની પાસે ગઈ. તેનો હાથ હાથમાં લઈ છાતી સાથે ચંપ્યો અને બોલી,

'મને જુગલભાઈ પાસે લઈ જાઓ. એથી બન્નેને લાભ છે. હું એમની પાસે રહીશ, એમની સેવા કરીશ. કારણ જાણ્યા વિના, જુગલભાઈને નજરે જોયા વિના, તમારો આ ગભરાટ મને વધારે ગભરાવે છે. શું હું તમારો ગભરાટ-જુગલભાઈનું દુઃખ દૂર નહી કરી શકું? મહેરબાની કરી મને લઈ જાઓ. મુંબાઈ લાવ્યાનો પસ્તાવો નહી થાય હોં!' અરવિન્દ મુંગો મુંગો ચાલ્યો અને લીલા એની પાછળ