પૃષ્ઠ:Tarlaa.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૭
જુગલભાઈ.

 ગઈ. અરવિન્દના ધ્યાનમાંથી ગંગા આ વખતે જતી રહી હતી. લીલા ગામડામાં રહી હોત, જો હઠ કરી અરવિન્દ લાવ્યો નહોત તો કદાચ ઘરમાં કલેશ વધત. લીલા મુંબઈ આવી પોતાને પિયર ઉતરી હત તો આ સ્થળનાં દુઃખ-જુગલની ખરી સ્થિતિ બરાબર તે સમજી શકત નહી. ઈશ્વર જે કરે છે તે સારાને જ માટે. લીલામાં આજ ઉત્સાહ વદ્યો હતો. મહાન કવિ વર્ડઝવર્થ કહે છે તેમ લીલા આજ Ministeringangel થઈ હતી. એના મ્હોં ઉપર સ્નેહ, આનંદ છવાયો હતો. પોતે પોતાના પતિને ઉપયોગી થઈ પડશે એ વિચાર તેને ઉત્સાહ આપતો હતો. અરવિન્દની સાથે જુગલની ઓરડીમાં દાખલ થઈ. અરવિન્દના મનમાં તો એમજ હતું કે આ નર્ક સમ ઓરડીમાં ગંધાતી ગોદડી પાસે, ઘડી પછી મૃત્યુદેવને ભોગ થનાર પાસે, લીલા બેશી શકશે કે કેમ? પરંતુ લીલા દયાની દેવી હોય તેમ જુગલની પથારીમાં આવી બેઠી અને તેનો હાડપીંજરવત્ હાથ ખોળામાં લઈ પંપાળવા લાગી. પોતાના ધગધગતા, ખડબચડા શરીર ઉપર નાજુક કોમળ જેવો થંડો હાથ અડકતાં જુગલે ઉંચું જોયું તે અરવિન્દને બદલે એક નવયૌવનાને પોતે જન્મભર ન જોયેલા એવા ડ્રેસમાં પોતાની પથારીમાં બેઠેલી જોઈ અને તેને ક્ષણવાર ટીકીને જોઈ જ રહ્યો. લીલા–મધુરી લીલા પ્રેમથી હાથ પંપાળતી બોલી, 'ભાઈ ! હું તમારી બ્હેન છું હોં ! તમે મને કદી જોઈ નથી એ વાત ખરી, પણ એક દિવસ એવો નહીં ગયો હોય કે જે દિવસે અમે તમને નહીં સંભાર્યા હોય ! હવે ફિકર ન રાખશો હોં ! સારું થઈ જશે. અમે આવ્યાં છીએ." જુગલના મોં ઉપર સ્મિત ક્ષણવાર છવાયું. મનુષ્ય માંદો , જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતો હોય, કોઈ કરતાં કોઈ જ આપણું ન હોય, શકિત ન હોય, સાધન ન હોય, ત્યારે માનસિક જે સ્થિતિ થાય છે તે માત્ર અનુભવથી જ સમજાય છે. આવે વખતે અકસ્માત આપણો બન્ધુ તો શું પણ ઓળખીતો પણ આવી ચડે તો કેટલો આનંદ-કેટલો ઉત્સાહ થાય છે ? તો તો આ તો