પૃષ્ઠ:Tarlaa.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫૩
હોટલમાં.


સારવાર કર્યા કરે એમ થતું હતું. પણ જ્યારે હું જુગલભાઈની ઓરડીમાં આવી. ત્યારે ચોગરદમનો દેખાવ જોયો, ગંગાનું પડી ગયેલું મ્હોં જોયું. જુગલભાઇની સ્થિતિ જોઈ, એમનાં હાડકાં જોયાં, એમના દુઃખની બુમો સાંભળી ત્યારે મારામાં અવનવો ફેરફાર થઈ ગયો. આજ જુગલભાઈ છે, કાલ હું હોઉં. અરે! લગ્ન પહેલાનું મારું જીવન સાંભર્યું. હું પોતે જ મૃત્યુને કિનારે હતી. માશી, ભાઈ, પિતા, ચંદાબ્હેનની ચિન્તા મ્હેં નજરે જોઈ હતી, એ પીડા મ્હેં અનુભવી હતી. અરે ! મ્હારે તો મારી દેખરેખ રાખનાર મ્હારાં મા, બાપ, બહેન હતાં, દિવસના દસવાર ડોક્ટરો આવતા. લાનોલી, ખંડાળા જવાની અનુકુળતા હતી. પણ આ જુગલભાઈને એમાંનું કાંઈ છે ? પીડા તો મને ને એમને સરખી જ થતી હશે ને ? એકજ પ્રભુનાં બંને બાળકો ને ? તો પછી આપણાં હજારો ભાઈઓ દુઃખ, દરીદ્રતામાં પીડાય તે વખતે આપણને મજશોખ કરવાનો હક છે? એ લાગણી થઈ આવી અને મારામાં ફેરફાર થયો ! આજ જ નવું જીવન શરૂ થયું. આજ જ જીવનનો હેતુ સમજી, અને એ બધું શાને લીધે ? જુગલભાઇને મંદવાડને લીધે. પરમેશ્વર જુગલભાઈને મટાડી દે પરંતુ આજ મને નવું જ શિખવાનું મળ્યું છે અને એ માટે હું પ્રભુનો ઉપકાર માનું છું. વ્હાલા ! મ્હેં તમને બહુ કનડ્યા છે. જે ઉદ્દેશો, જે વિચારો હું ત્હમારા સહવાસમાં રહી, ત્હમારા વિચારો જાણી, ત્હમારા ઉપદેશથી–ત્હમારા કહેવાથી નહોતી સમજી તે ઉદેશો, તે વિચાર્ આજ જુગલભાઈની મૃત્યુપથારીથી શીખી.'

બીજે દિવસે લીલાએ ગામમાંથી એક સાધુ બ્રાહ્મણને બોલાવી શ્રી ભગવતગીતાનો પાઠ જુગલભાઈની પથારી પાસે કરાવ્યો. ભગવતગીતાના પવિત્ર શ્લોકોનો અવાજ જુગલના કાનમાં પડતો હતો. જુગલે જન્મીને પરમેશ્વરનું નામ લીધું નહોતું. પરમેશ્વર છે કે કેમ તેને વિચાર સુદ્ધાં કર્યો નહોતો. હોય તો તેને કાંઈ લેવાદેવા નથી એમ