પૃષ્ઠ:Tarlaa.pdf/૨૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭૫
સુમન અને ભૂજંગ.


ગાડી હોટલ પાસે આવી. વીણા, ભૂજંગલાલ અને સુમનલાલ ઉતર્યા. લીફ્ટમાં બેશી ઉપર ગયાં. હૉટલબૉય આવતાં સુમને કહ્યું, "આ મારા પરોણા છે, એમને માટે એક બ્લોક ઉઘાડી આપ.” “જી સાહેબ” કરી બૉય ગયો અને બ્લોક ઉઘાડી આપે તે દરમિયાન બધાં સુમનલાલના ઓરડામાં ગયાં. ભીંતની કળ દાબી દીવો પ્રકટાવ્યો. અને સુમનલાલે મેજ ઉપર પોતાના નામની ચીઠી જોઈ. ચીઠી ઉઘાડી અને વાંચી: –

:પ્રિય ભાઈ સુમન !

ડાક્ટરોએ તરલા બ્હેનની આશા આપી છે, અને તરલા બ્હેન તમારા નામની માળા જપે છે. એમને આરામ કરવાની દવા તમે જ છો તો આ ચીઠી વાંચતાંની સાથે જ એકદમ આવજો-જેટલી વાર થાય છે તેટલી ચિંતા વધે છે. એજ.

લી. બ્હેન
સૌ. ચંદાના પ્રણામ.
 


ચીઠી વાંચતાં સુમનલાલના મ્હો ઉપર હર્ષ-ચિન્તાના રંગો આવવા લાગ્યા. ઘડિયાળ જોઈ. બાર વાગવા આવ્યા હતા. છેલ્લી લોકલને ર્થોડી જ વાર હતી. ઘંટડી વગાડી બોયને બેલાવ્યો. ચીઠી કોણ લાવ્યું, ક્યારે આવી, તેના જવાબમાં જણાયું કે ચીઠી નવ વાગે દાદરથી કોઈ આપી ગયું હતું ને જરૂરનું કામ છે કહી આવે કે તરત મોકલવા કહ્યું છે. બાય વાક્ય પુરૂં કરે તે પહેલાં જ “વીણ બ્હેન: ભૂજંગલાલ ! હું જાઉં છું. દાદરથી મ્હારે માટે ચીઠી આવી છે, હું રોકાઈ શકું એમ નથી. ત્યાંની સ્થિતિ ઉપર મ્હારું આવવાનું થશે માટે માફ કરજો.” કહી સુમનલાલ ચાલ્યો ગયો અને આ વિશાળ હૉટલમાં જીવનમાં પહેલીવાર જ વીણા અને ભૂજંગલાલ આમ એકલાં મળ્યાં.