પૃષ્ઠ:Tarlaa.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭
શણગારભાભીને ત્યાં પાર્ટી.


સાથે બે ઘડી બેસીયે તે શું ખોટું ? ચોપડી વચ્ચે શું વળે ?' તરલા જુદા જ કુટુંબમાં કેળવાઈ હતી. જાહેર સંસ્થા, જાહેર કામ, ન્યાત, જાત, દેશ સુધારણાની ચર્ચા જ ઘરમાં થતી ને તેમાં ભાગ લેતી અને પુસ્તકો, ચોપાનીયાં વગર એને ઘડી ચાલતું નહીં. સુમનલાલ મહેનતુ વિદ્યાર્થી હતો અને મહેનત કરી તેણે પરીક્ષાઓ પસાર કરી હતી. પણ ચર્ચા-વાંચવાની મગજમારી જરાયે ગમતી નહી. સુમનલાલનો આ સ્વભાવ જગજાહેર હતો એટલે શણગારભાભીએ વાત કાઢી.

'સુમનલાલ ! બાસુના બીલનું શું છે? શા માટે આપણા લોકો સામા થતા હશે ?'

'શણગારભાભી ! જવા દોને એ માથાકુટ. બાસુ ને બાસુનું બિલ જાહનમમાં જાય ! તમારે કે મારે તો પરણવાનું નથી ને?' આટલું બોલી સુમનલાલ બીજે ગયો.

યુરોપ કે એશિયા, રશીયા કે અમેરીકા ગમે ત્યાં જાવ પણ મનુષ્યસ્વભાવ તો એકનો એક જ. દેશદેશના રિવાજ જુદા છતાં કેટલાક સામાન્ય વિચારો તો આવવાના જ. પુરૂષ અને સ્ત્રી, પતિ પત્ની ન હોય તેવાં સ્ત્રી પુરૂષો, યુવાન સ્ત્રીપુરૂષો, વારંવાર એકાન્તમાં મળે, કલાકે ને કલાકે વાત કરે તે લોકો ત્હેમની તરફ શંકાની નજરે જવાનાં જ. જે સમાજમાં સ્ત્રીઓ લાજ કાઢતી નથી, મોટી વય સૂધી અથવા જન્મભર કુંવારી રહી શકે છે અને જેમાં સ્ત્રીપુરૂષ સાથે હરીફરી શકે છે તેમાં આવી શંકા મોડી આવવાની પણ આવવાની તો ખરી જ. હિંદુઓમાં, જુના વિચારના લોકોમાં મ્હોટી વયની કન્યાઓને, વિવાહિત સ્ત્રીઓને પતિ શિવાય બીજા પુરૂષ સાથે ફરવા દેવામાં આવતી જ નથી, ત્હેનું કારણ માત્ર એટલું કે અનિષ્ટ પરિણામ ન આવે. બન્ને સમાજમાં બંધી અને સ્વતંત્રતા છતાં માઠાં પરિણામ આવે છે ને આવવાનાં જ. માત્ર દીર્ધ વિચાર કરી પોતે જે કરે છે તે સારું જ કરે છે, પોતાનો જ રિવાજ સારો છે એ માન્યતા