પૃષ્ઠ:Thag.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬: ઠગ
 


સૂર્યોદય થયો ત્યાં સુધી અમે બધાં જ એ ટેકરા ઉપર બેસી રહ્યાં. કશી ચોક્કસ વાત અમે કરી શકતાં ન હતાં. સમરસિંહ અને આયેશાનો આત્મભોગથી ઝળકતો પ્રેમ અને એ પ્રેમને સુરાવલિમાં આકાર આપતું આઝાદનું વાદ્ય જીવનભર ભૂલી શક્યો નથી, તો તે સમયે તો હું એનો નશો કેમ વીસર્યો હોઈશ ?