પૃષ્ઠ:Thag.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮: ઠગ
 

લોકોના સહાયક નહિ બની જાઓ એની કોઈ ખાતરી ?’

તેનાં આા ગંભીર વચનો ચમકાવનારાં હતાં.

‘શું તમે મારે જ માટે શંકા લઈ શકો છો ?’ મેં પૂછ્યું. મને ખાસ પસંદ કરી ઠગ લોકો સામે યોજ્યો હતો. એટલે મારે માટે તેણે આવો શંકાશીલ અભિપ્રાય આપ્યો તે મને બિલકુલ ગમ્યો નહિ.

‘આપના કરતાં પણ વધારે મોટા માણસો ઉપર શંકા લઈ શકાય એમ છે.’ આપ કહેતાં કહેતાં તેણે પોતાના અંગરખાના ખિસ્સામાંથી કાંઈક ચમકતી ચીજ કાઢી પોતાની હથેલીમાં મૂકી મને બતાવી. ‘કહો સાહેબ ! આ ચીજને ઓળખી શકો છો ?’

નાના લીંબુ જેવડો અતિશય ચમકારા મારતો આ સુંદર ‘ચંદ્રિકા’ નામનો હીરો મેં તરત જ ઓળખ્યો અને હું બૂમ પાડી ઊઠ્યો :

‘અરે, નામદાર હાકેમસાહેબનાં પત્નીનો આ ચોરાયેલો હીરો તમારી પાસે ક્યાંથી ?’

‘હાકેમસાહેબનાં પત્ની પાસે આ હીરો કેમ આવ્યો તે જાણો છો ?’ તેણે મને પૂછ્યું.

મેં કહ્યું : ‘હા. હા, હું બરાબર જાણું છું. બેગમ સાહેબાએ તેમને તે ભેટ આપેલો.’

‘બેગમસાહેબાને શું હાકેમનાં પત્ની ઉપર એટલો બધો ઉમળકો આવી ગયો હતો કે આવા બેનમૂન હીરાની તેમને ભેટ કરવી પડી ?' તેણે ઝીણી આંખ કરી પ્રશ્ન પૂછ્યો.

હું આ પ્રશ્નનો મર્મ સમજી ગયો. બેગમ સાહેબાનો દીકરો ખરો નથી એવી બૂમ ઊઠતાં તપાસ થઈ, અને તેમના તથા તેમની વિરુદ્ધના એમ બંને પક્ષે અઢળક પૈસા વાપર્યા છતાં દીકરો ખરો નથી એમ સાબિત થવાનો પ્રસંગ આવ્યો ત્યારે યુક્તિ કરી બેગમ સાહેબાએ હાકેમનાં પત્નીને પોતાનાં મહેમાન તરીકે બોલાવ્યાં અને પોતાના દીકરાની ગાદી ચાલુ રહે એ માટે આ હીરો તેમને ભેટ આપવા જણાવ્યું.

હીરાની ચમકે તેમના હૃદયને એટલું આકર્ષ્યું કે ભેટ ન મળે ત્યાં સુધી આ કામમાં બેગમસાહેબની તરફેણમાં વચ્ચે ન પાડવાનો હાકેમનાં પત્નીએ નિશ્ચય કર્યો હતો. કમનસીબે જે દિવસે હીરો તેમને મળ્યો તે જ દિવસે બેગમસાહેબાનો દીકરો ખોટો સાબિત થઈ તેમનું રાજ્ય ખાલસા કરવાનો સરકારનો હુકમ આવી ગયો હતો. હીરો મળતાં સુધી કાંઈ કર્યું નહિ અને હીરો મળ્યો ત્યારે કાંઈ પણ કરી શકાય એમ રહ્યું નહિ; કારણ