પૃષ્ઠ:Thag.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૂંઝવણ :૨૩
 

અમુક અમુક જગાઓ કેમ તપાસવી, એ સંબંધમાં ખાસ કાળજીભરી સૂચના કરી લશ્કરને આગળ વધવાનો હુકમ આપ્યો.

આ હુકમ આપતાંની સાથે મારા તંબુમાંથી ખડખડાટ હસવાનો અવાજ મારે કાને પડ્યો. મેં ચોંકીને અંદર જોયું તો પેલા યુવકનું હસતું મોં મારી નજરે પડ્યું. મારો શ્વાસ રૂંધાઈ ગયો.

‘શું આ યુવક કોઈ ભૂતપ્રેત તો નથી ? એકદમ મને વિચાર થઈ આવ્યો. મેં આગળ વધતા લશ્કર તરફ નજર ફેરવી. હુકમ મુજબ તે છાવણીની બહાર ધસતું હતું. નજર પાછી અંદર કરી તો તંબુમાં કોઈ જ નહોતું, મને લાગ્યું કે મેં યુવકને જોયો એ મારી ભ્રમણા જ હતી. હું તંબુમાં ગયો. એકએક ખૂણો મેં તપાસ્યો. તંબુ ખાલી જ હતો. હું મારા પલંગ ઉપર પડ્યો અને ખજાનો લૂંટાયાનો અફસોસ કરવા લાગ્યો.