પૃષ્ઠ:Thag.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
 
ગોરી કાળી ઠગાઈ
 


‘ચાલો, ઠીક થયું. તમે બચી ગયા.' સાધુએ મને ઉપર બોલાવી એક સુંદર પલંગ પર બેસાડતાં કહ્યું.

‘મને મારી જાત કરતાં મારા સૈન્યની વધારે ચિંતા છે.' મારી બળી ગયેલી છાવણી અને લૂંટાયેલી તિજોરી પાછળ મોકલેલા સૈન્યનો વિચાર આવતાં મેં જણાવ્યું. મારી અધીરાઈ વધી. આ લોકો મારા દેહને કાંઈ નુકસાન કરવા માગતા નથી. એની મને ખાતરી થઈ હતી અને તેવી ખાતરીથી ઉત્તેજિત થતાં મારી અધીરાઈ બતાવવાની મેં હિંમત કરી. મને કશી જ સમજ પડતી ન હતી, છતાં જાણે હું હારી ગયો હોઉં એવું ભાન મને રહ્યા કરતું હતું. આ સ્થિતિમાંથી હવે છૂટવું જોઈએ !

નિરાશામાંથી પ્રગટ થતી હિંમત દર્શાવી મેં પૂછ્યું : 'હવે તમે શું કરવા માગો છો ? તમે કોણ છો એ હું જાણતો નથી. તો હવે મને તમારે જવા દેવો જોઈએ.’

'આવી રાતમાં ક્યાં જશો ? અને કદાચ આપ જઈ શકો તોપણ અમારાથી તમને જવા દેવાય નહિ.’ સાધુએ સ્થિરતાથી જવાબ આપ્યો.

મારા પલંગની સામે એક પાટ હતી અને તે પાટ ઉપર એક મોટું મૃગચર્મ પાથરી બેઠો હતો.

'મને કેમ ન જવા દેવાય ?' મેં પ્રશ્ન કર્યો.

‘તમે મારા કેદી છો. માટે !’

‘હું કેદી ?' ગુસ્સે થઈ હું પોકારી ઊઠ્યો. હિંદવાસીઓથી અમે ઘણા જ ચડિયાતા છીએ એમ અમારી ખાતરી થવા લાગી હતી, અને તેને પરિણામે હિંદીઓ ઉપર રાજ્ય કરવાને પણ અમે જ સરજાયા છીએ એવી ભાવના પણ ધીમે ધીમે અમો ગોરાઓમાં સ્થિર થતી જતી હતી. એવા હિંદીઓ શું મને કેદ કરે ? એ વિચાર હું સહન કરી શક્યો નહિ.

‘અલબત્ત !' સાધુએ પોતાની સ્થિરતા તજ્યા વિના જ જવાબ વાળ્યો.

‘કંપની સરકારનો હાથ કેટલો લાંબો છે તે તમને ખબર તો હશે જ.