પૃષ્ઠ:Thag.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
 
મટીલ્ડા
 


જાળીમાંથી જોવા માટે દિલાવરે મને નમ્રતાભર્યો ઠપકો દીધો. તેના કહેવા પ્રમાણે આખો ડુંગર કોરી કાઢી તેમાં રહેવાનાં સ્થાનક ઠગ લોકોએ બનાવ્યાં હતાં, અને કોઈને પણ ખબર ન પડે એમ અણધારી જગાએ ઠગ લોકોનો વસવાટ નીકળી આવતો. નાની ફાટો, કુદરતી ગુફાઓ, ટેકરાઓનો પોલાકાર વગેરે કુદરતી અનિયમિત સ્થળોનો લાભ લેવાઈ કૃત્રિમ જાળીઓ, અજવાળું તથા હવા આવવાનાં સ્થાન ને જવા-આવવાના માર્ગ યોજાતા હતા, અને પરસ્પરથી એ સ્થળો એવાં ગૂંથાયલાં હતાં કે એકમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં જવાનો કોઈ ગુપ્ત માર્ગ જરૂર તેમાં રાખવામાં આવેલો હોય જ ! બહુ કાળજી રાખવા છતાં કોઈને શંકા પણ ન પડે એવા સ્થાનથી સામાવાળિયાની હિલચાલ તરફ નજર રાખતો કોઈ ને કોઈ ઠગ ડુંગરના ગમે તે ભાગમાં બેઠેલો જ રહેતો. ડુંગરને આમ કોરી રહેવા લાયક બનાવવો અને તે સાથે તેને સુરક્ષિત અને શંકા રહિત સ્થાન જેવો બનાવી નાસવા, સંતાવા અગર કેદ પૂરી રાખવાની સાવધાનીભર્યો બનાવવો, એમાં કોઈ ઊંચા અને અટપટા સ્થાપત્યની જરૂર રહે છે. હિંદુસ્તાનમાં સ્થળે સ્થળે મળી આવતી ડુંગર કોતરેલી ગુફાઓ જોતાં હિંદના સ્થપતિઓ પ્રાચીન કાળથી આવી સ્થિતિઓમાં કુશળતા ધરાવતા હશે એમ હું માનું છું. આવી સ્થિતિમાં દિલાવરનો ઠપકો વાસ્તવિક હતો.

પરંતુ મારી નજરે પેલી યુરોપિયન બાલિકા પડી હતી. શું આવા ભયંકર સ્થાનમાં લાવી તેને રાખવામાં આવી હતી ? પોતાની પુત્રીના હરણ પછી કૅપ્ટન પ્લેફૅરની સ્થિતિ અત્યંત દયાજનક થઈ પડી હતી. તે જીવતી છે કે નહિ તેની ખબર પણ પડવાનો સંભવ જ્યારે રહ્યો નહિ ત્યારે પિતાની હાલત ઘેલા જેવી થઈ ગઈ હતી. આવા સંજોગોમાં તે છોકરી મારી નજરે પડે અને હું એમ ને એમ નાહિંમત થઈ ચાલ્યો જાઉ, એમાં મારી મરદાનગીને ખામી લાગે એમ હતું.

દિલાવરને મેં આ વાત સમજાવી. પરંતુ તેણે ભય બતાવ્યો કે ચારે પાસથી અમારી હિલચાલ તપાસવા મથતા ઠગ લોકોની નજર ચુકાવી આટલે છૂટી આવ્યા પછી જાણી જોઈ તેમના સ્થળ આગળ વધારે વખત