પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક ત્રીજો સુતાર : પણ આપ જેવા ભાયગશાળાએ શીદને આવડી તસદી લેવી જોયે ? એટલા સુતારે હમણાં રજી વિનાના ભટકે છે કે પૂરું ખાવાનું મળવાનાં અમને સાંસાં પડે છે. નગુરુ : (પાછા કામે વળગી) મને આળસુ જીવન ગાળતાં શરમ લાગે છે. તે સુતાર : સાબ, તમારી સ્થિતિ તેવી છે. ભગવાને તમને પૈસો આપેલો છે. ન: એ જ મુદ્દાનો સવાલ છે. હું એમ નથી -માનતો કે ભગવાને અમને પૈસો આપ્યો છે, પણ અમે તે અમારા ભાઈ એ કનેથી પડાવી લીધા છે. સુતાર : (ચમકીને) એમ છે ? છતાં, તમારે આમ કરવાની જરૂર નથી. નકas : હું સમજી શકું છું કે આવા ધનદોલતથી ભર્યાભાદર્યા ઘરમાં રહેતાં છતાં હું કંઈક કમાવાની ઈચ્છા રાખું છું તે તમને નવાઈ જેવું લાગતું હશે. સત્તર : ના, સાબ. કોણ નથી જાણતું કે મોટા માણસોને દરેક વાત શીખી લેવાની હોંશ હોય છે ? ઠીક, હવે આને બીજા રંધા વડે હાથ મારીને લીસું કરે. નવુ : હું કહું તો તમને મનાશે નહિ અને તમે હસશે, પણ હું સાચું કહું છું કે પહેલાં હું સાહેબીમાં રહેતાં શરમાતો નહોતો. પણ જ્યારે મારી ધર્મની આંખે ઊઘડી ગઈ અને મને સમજાયું કે આપણે સર્વે સરખા ભાઈ એ છીએ, ત્યારથી મને આવું જીવન ગાળતાં શરમ લાગે છે.