પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૫૮ નવુઢ : મેં તમને કાગળ લખી રાખ્યા છે. મારે મોઢે કહેવું નહોતું. એ બહુ કઠણ લાગે છે. છતાં તમારી એવી જ મરજી હોય તો શાંતિ રાખી કહેવા પ્રયત્ન કરીશ. | મીનાક્ષી : નહિ, મને નથી સમજાતું ! જેણે તમારે માટે એકેએક વસ્તુ છોડી છે, તે તમારી પત્નીને જ તમે શા માટે તિરસ્કાર કરે છે અને એને જ પજવો છો ? તમે જ કહો કે હું હવે કોઈ ન્યાતજાતમાં, લગ્ન–વરામાં, કે નાટકજલસાઓમાં જાઉં છું કે ? મારું બધું શરીર મેં કુટુંબ માટે ઘસી નાખ્યું છે. મેં જાતે છોકરાંઓને ધવડાવ્યાં, ઉછેર્યા, અને ગયા આખા વર્ષમાં તે એમનાં શિક્ષણના અને બધી મિલકતની વ્યવસ્થાનોયે ભાર મારે માથે પડથા નવૃ૪ : (વચમાં) પણ તમારે માથે આ ભાર પડે છે, કારણ કે હું કહું છું તેમ રહેવા તમે તૈયાર નથી. મીનજીસ્ટી : પણ એ તમે તદ્દન અશક્ય વાત કરી છે ! કોઈને પણ પૂછો. તમારા કહેવા મુજબ છોકરાંઓને અભણ રાખવાં, અને મારે રાંધવું ને કપડાં ધોવાં ને વાસણું માંજવાં એ બની શકે એમ જ નહોતું. નગુરુ : પણ મેં એમ કદી કહ્યું જ નહોતું. મીનઝર્જી : ભલે, પણ કઈકે એના જેવું જ હતું. પણ, તમે કહો છો કે હું સમદષ્ટિનો ધર્મ માનું છું, વધાંનું ભલું કરવા ઇચ્છું છું, થયાં પર પ્રેમ રાખવા ચાહું છું, તો ૧. ખ્રિસ્તી છું.