પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૪ અંક પાંચમે સ્ટીસ્ટા : જે કૃતાર્થતા નથી લાગતી, તો તે જીવનમાં કાંઈક ભૂલ હશે જ એમ ન કહેવાય ? ર૪: ભૂલ ? એનાયે વિચાર કરી રહ્યો છું, (થોડી વાર વિચારીને ) કદાચ એમ હોય કે ઈશ્વરે પોતાના મહાન કાર્યનો એક નાનકડો અંશ જ મારે માટે નિર્ચો હોય, પણ હું મારી બુદ્ધિના અહંકારથી આખું કાર્ય કરવા અભિલાષા રાખતો હોઉં, અને તેથી અસંતોષ રહેતા હોય. એટલે વિચારમાં ભૂલ ન હોય, પણ પોતાની મર્યાદા સમજવામાં ભૂલ હોય, તો તે મર્યાદા ન સમજાય ત્યાં સુધી અકૃતાર્થતા જ લાગ્યા કરે. દીવા સળગાવવા પૂરતી જ સજાચેલી દીવાસળી દીવો સળગાવીને હાલવાવું એ જ પિતાની મર્યાદા છે એમ ન સમજે, અને અંધકારનો નાશ પોતે જ કરતી રહેવા અભિલાષા રાખે તો તેને ક્યારે કૃતાર્થતા લાગે ? અને એક સેકંડમાં હાલવાઈ ગઈ, માટે એનું કિરણ પછી વિશ્વમાંથી નાશ જ પામી ગયું એમ માને તો એનો અસંતોષ ક્યારે મટે ? આવું જ કાંઈક મારે વિષે હશે. મારે માટે કર્યું અને કેટલું ખાસ કાર્ય પરમેશ્વરે ધારી રાખ્યું છે તે હજુ મને સમજાયું નથી, તેનો મને અસંતોષ હશે. મરતાં પહેલાં એ સમજાશે તો સંતોષપૂર્વક મરી શકીશ. ન સમજાય તો જીવનમાં એટલી ખામી જ ગણાશે. પણ ઈશ્વર સમજાવશે જ એ શ્રદ્ધા ધ્રુજતી ધ્રુજતી પણ જતી નથી. [ મિત્રા દોડતી દોડતી આવે છે ]