પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૨૦ અંક પાંચ છે. વળી રાજ્યના લશ્કરી ના કરોને જણાવવામાં આવે છે કે ક્ષાત્રવૃત્તિ એ ચાર વર્ણોમાંનો એક વર્ણ ધર્મ છે, અને તે વેદમાન્ય છે, અને ક્ષત્રિયને હાથે રાજાજ્ઞાથી થતી હિંસા એ હિંસા ન હોવાથી તેને એનું પાપ લાગતું નથી; પણ જે રાજા અધમથી એવી અજ્ઞા કરે તો તેનું પાપ રાજાને લાગે છે, પણ ક્ષત્રિય સેવકને લાગતું નથી. માટે રાજ્યની આજ્ઞાથી પ્રામાણિકપણે પોતાનું કર્તવ્ય બજાવનાર સેવક દોષપાત્ર થતો નથી એમ ખાતરીથી માનીને નિઃસંશયપણે પોતાના ઉપરીઓના હુકમોનું પાલન કરવું. માટે જે આ ધર્મો બજાવતાં ગફલત કરશે તે ઘોર નરકનો અધિકારી થશે, અને આ લોકમાં તથા પરલોકમાં મહાકષ્ટને પામશે ” – આ પછી શંકરાચાર્યો, વૈષ્ણવાચાર્યો, તથા કેટલાક શાસ્ત્રીઓની સહીઓ છે.” આ પત્રિકાથી મારી આંખ ખૂલી ગઈ, અને આધુનિક ધર્મ તથા રાજ્યનું પાખંડી સ્વરૂપ મને સ્પષ્ટ સમજાયું છે. .: (આનંદથી) આ પત્રિકા તો ઈશ્વરે મારે માટે જ મેકલી છે. મારી પાસે ઈશ્વરે શું અને કેટલું કરાવવા ધાર્યું છે તે મને સમજાતું નહોતું તે સમજાઈ ગયું, અને સમજાતાં જ શાંતિ થઈ ગઈ. બસ હવે શું શાંત થાઉં છું. સર્વેને રામરામ. રૂઝ, હરિ : ઝ, હરિ: ૩૪. ( બે ત્રણ વાર બોલે છે અને આંખો મીંચી દે છે). ૭ “ક્ષાત્રવૃત્તિથી...માટે' સુધીનો ભાગ છેડી દઈ શકાય. ૮. આચબિશપ, બિશપ વગેરેની.