લખાણ પર જાઓ

પૃષ્ઠ:Trishanku.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
 
વક્ર દૃષ્ટિ
 

સંધ્યાકાળનું અંધારું જામ્યું ન હતું, તેમ ત્રીજા પહોરનો પ્રકાશ પણ બહુ જોર કરતો નહોતો. સરલાનું છેવાડે આવેલું એકલ ઘર બંગલાની ભવ્યતાનો ખ્યાલ આપતું ન હતું, પરંતુ ઘરમાંથી ઝૂંપડીમાં બદલાતી પરિસ્થિતિનો ખ્યાલ આપતું હતું. અત્યારે સરલા ઘરમાં એકલી હતી. દર્શન અને તારા બન્ને બાળકોને લઈને ફરવા ગયાં હતાં અને ઝડપથી આવવાનાં પણ ન હતાં, કદાચ બાળકોને દેખાડવાપાત્ર ચિત્રપટમાં પણ લઈ જાય એવો સંભવ હતો. એકલી પડેલી સરલા રસોડામાં વસ્તુઓ સાફ કરતી હતી, અને ઝીણું ઝીણું દર્દમય કાંઈ ગીત ગણગણતી હતી. એકાએક કૅશબૉક્સ-બૅન્ક-પૈસાની પેટી ઉપર તેની નજર પડી અને પતિ કિશોરની મૂર્તિ તેની આંખ સામે ખડી થઈ ગઈ. ક્ષણભર તેણે એક ભ્રમમય મૂર્તિ સામે તાકીને જોયું... પરંતુ ત્યાં કિશોર ન હતો; એ માત્ર તેની કલ્પના જ હતી. સરલાનું મુખ પડી ગયું. તેને દેખાતી મૂર્તિ ઝાંખી થઈ, નાની થઈ અને ભીંતના એક કાણા ઉપર સંક્રાન્ત થઈ ગઈ.

સરલા ફરી ચમકી ભીંતના કાણા પાછળ કોઈની આંખ કેમ દેખાયા કરતી હતી ? કેદમાંથી છૂટેલો કિશોર આવીને બહારથી સાચેસાચ અંદર જોતો તો નહિ હોય ? એટલામાં બહાર મોટરકારનું હૉર્ન વાગ્યું. કિશોર કાંઈ મોટરકારમાં આવે છે. શક્ય લાગ્યું નહિ. તેણે ખરેખર ભીંતના કાણામાં નજર નાખી. સામી બાજુએ કોઈનું મુખ કે આંખ દેખાયાં નહિ, માત્ર આથમતા સૂર્યનો ઉજાસ જ તેની નજરે પડ્યો. અનેક પ્રકારની ભ્રમણા, અનુભવતી સરલાને કિશોરની ભ્રમણા આ ઢબે થાય એમાં નવાઈ નહિ. એટલામાં તેના બંધ બારણે ટકોરા વાગ્યા.

સરલા જરા ચમકી. બાળકો આટલાં વહેલાં આવે એવો સંભવ ન હતો. જમવા આવનાર ભાડૂતી. મહેમાનોને આવવાની હજી વાર હતી. ‘પેઈંગ ગેસ્ટસ્'ને ભાડૂતી મહેમાનો જ કહેવાય ને ! આર્યસંસ્કૃતિમાં મહેમાન પાસે કદી પૈસા લેવાતા જ નથી. એવા સંજોગોએ પશ્ચિમી ઢબ આપણે ત્યાં પણ દાખલ કરી. ફરી ટકોરા બારણે વાગ્યા. સરલાને સહજ ભય તો લાગ્યો, છતાં બારણું ખોલ્યા વગર ચાલે એમ તો હતું જ નહિ. તેણે