લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૦૪ : તુલસી-ક્યારો


એના માથા પર ફરવા લાગ્યો. એણ કહ્યું : 'તું ચમક ના. હું તારી સાથે જ છું. ચાલ આપણે ફરીને જઇએ.'

'ના પણ...' કહેતે કંચને ભાસ્કરનો હાથ પોતાના શરીર પરથી હળવેથી દૂર કર્યો.

'વારૂ ! કંઇ નહિ ! કાંઈ નહિ કરૂં. નિર્ભય રહે. પણ મને કહે તો ખરી, તું કેમ પાછી નાઠી?' ભાસ્કર પાસે તો મૃદુતાનો પણ અખૂટ ખજાનો હતો.

'મારા-મારા-સસરા જેવા મેં દીઠા કોઇક.' કંચને સાડી સંકોરતે સંકોરતે કહ્યું.

'ક્યાં દીઠા ? કોણ તારા સસરા !'

'બગીચામાં સંધ્યા કરતા ઊભેલા દીઠા.'

'ઓળખી કાઢ્યો?'

'ઓળખાઈ જાય તેવા છે. મને એની લજ્જા આવે છે, એ કાલે કોર્ટમાં હાજર રહેવાના હશે, શું થશે?'

'તો શું છે?'

'હું એમની સામે કેમ કરી ઊભી શકીશ?'

'ઘેલી ! વેવલી ! શી લાગણીવશતા ! એ બાપડાની શી તાકાત છે કે કોર્ટમાં ઊભો ય રહી શકે ? હું એના કાનમાં કીડા ખરે તેવો મામલો મચાવીશ, જોજે તો ખરી ! ચાલ હવે.'

એમ કહેતે કહેતે એણે ફરીથી કંચનના દેહ પર હાથ થાબડવા પ્રયત્ન કર્યો. પણ કંચન જાણે ત્યાં ઊભેલા આસોપાલવ