ની છાંયાની જનશૂન્યતાથી પણ શરમાતી હોય તેમ એ હાથને દૂર્ ઠેલી ચાલી.
'આ શા ચાળા માંડ્યા છે?' અપમાન પામ્યા જેવો ભાસ્કર પોતાના સત્તાવાહી અવાજ પર ફરી પાછો આવતો થયો.
'પગે લાગું ભાઇસાબ, અત્યારે નહિ.' કંચન રગરગતી હતી.
'પણ આ તે શા લાગણીવેડા ! હવે છેક આજે ઊઠીને ! આટલા દિવસ તો...'
'છોડો મને બાપુ ! પગે લાગું.' કહેતી કંચન જેમ જેમ, પેલા 'બા'શબ્દોચ્ચાર તરફ ચમકતી નજર નાખતી નાખતી દૂર નાસતી હતી, તેમ તેમ ભાસ્કર વધુ ને વધુ આક્રમણકારી બની રહ્યો હતો.
'હું તને કાંઇ નથી કરતો, જરાય સતાવવા નથી માગતો, આ તો સુંદર આસોપાલવની છાંયા છે, ને રાતની રાણી ક્યાંકથી મહેકે છે ને, એટલે તને બીધેલીને જરા શાંતિ મળે માટે...'
પણ એના શબ્દોમાં કે ઝાડની છાંયામાં કે રજનીગંધાની સૌરભમાં કંચનને ન જંપવા આપે તોવો એ ઉચ્ચાર જાણે કે પૃથ્વીના દુઃખિત હૃદયમાં બાકોરૂં પાડીને નીકળી ચૂક્યો હતો : 'બા'
'બા' શબ્દ બોલનાર એ અજાણ્યું બાળક ત્યાંથી છેટે સરી ગયું હતું. બે દીવાલો જ્યાં મળતી હતી તેના ખૂણાને આઢેલીને લપાઈને ઊભું હતું જાણે એ કોઇ માતૃહીન ભિખારી બાળક હતું.
'તું ત્યાં શું જોઇ રહી છે?' ભાસ્કર કંચનને ઠપકો દેવા લાગ્યો.
'ચાલો હવે મારે જલદી 'આશ્રય-ધામ'માં પહોંચી જવું જોઈએ.' કંચને ઉતાવળ માંડી.