પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૧૬: તુલસી-ક્યારો


દેવુએ હા કહી. પિતાની ઈચ્છા સાંજે ઘેર આવી પુત્રને વખાણથી રીઝવવાની હતી.

દાદા ને દેવુ બેઉ જમ્યા પછી (વીરસુત જમી લેતો પછી જ તેઓ બેસતા) અંધ મામાથી ગુપ્તપણે રચેલા કાર્યક્રમ પ્રમાણે તૈયાર થઈને ચાલ્યા.

'ત્યારે જાનીજી ! હું તો સૂઉં છું મારી ઓરડીમાં !' એમ બોલીને જ્યેષ્ઠારામ તો પોતાને સ્થાને (ગ્યાસલેટ અને પરચુરણ જૂના સામાનવાળી ઓરડીમાં) ચાલ્યો ગયો હતો.

દાદા ને દેવુ બહાર નીકળીને સડક પર પહોંચે છે ત્યાં તો જ્યેષ્ઠારામ તૈયાર થઈને હાથમાં લાકડી લઈ ઊભો છે!

'કાં ! દવે ! ક્યાં જાછ અત્યારે?' દાદાએ પૂછ્યું.

'આ... ઉંઘ તો આવી નહિ, એટલે એમ થયું કે લાવને ભાઈ ભણાવે છે એ શાળામાં જઈ આવું! તમે શીદ ભણી?'

'હવે રાખ રાખ પાજી!' સોમેશ્વર હસી પડ્યા. 'લે હાલ હવે હાલ.

'ના તમે તમારે જ્યાં જતા હો ત્યાં જજોને ! નાહકનો હું સાથે હઈશ તો શરમાવું પડશે!'

'હવે માબાપ ! મૂંગો મરછ કોઈ રીતે?'

ત્રણે જણ ચાલ્યા. બીતા બીતા કોલેજની ચોમેર મેદાનને આંટો મારી લીધો. પછી ચોર જેવે મીનીપગલે અંદર પેઠા, ને વીરસુત જ્યાં વર્ગ લેતો હતો તે જ ખંડની સામે આવીને ઊભા રહ્યા. 'ભાઈ'ની મધુર અધ્યાપનવાણી સાંભળીને બાપનો આત્મા કકળ્યો : આહા હા ! આવા