આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૮ : તુલસી-ક્યારો
'તું મારા માટે પ્રાર્થના કરીશ યમુના?'
'સૌને માટે - ગાંડી ભાભીને માટે ય.'
ને પછી એ તુલસી-વૃક્ષની સામે હાથ જોડી ઘણું ઘણું બબડી.
અનસુ ઊઠીને બહાર આવી. હવે એ ચાલી પણ શકતી હતી. એણે દાદાને દીઠા : 'દાદા, ઘોલો ઘોલો !' એ એક જ એની માગણી હતી. વૃદ્ધ માસ્તરે બેના ચાર પગ કરી જૂનું પશુત્વ ધારણ કર્યું ત્યારે પછી અનસુને પરવા જ ન રહી કે કંચન કાકી કોણ છે, એનું શું થયું છે, ને પોતાની સગી બા ભદ્રા પણ કેમ ગેરહાજર છે.