પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રેવીસમું
દિયરની દુ઼:ખભાગી


દ્રા હજુ દિયર પાસે અમદાવાદ જ હતી. એની એક આંખમાં અનસુ તરવરતી હતી, બીજી આંખમાં દિયરજીની દુઃખમૂર્તિ હતી. જણ્યું તો જીવશે જીવવું હશે તો, પણ આ કુટુંબની રોટલી રળનાર પુરુષ જો ભાંગી પડશે તો અમને જ ખોટ બેસશે, એવું ચિંતવતી ભદ્રા વીરસુતને સાચવીને બેઠી હતી. એને રોજ રોજ ફેરવી ફેરવીને ફરસાણ ઈત્યાદિ ખવરાવતી . એને પૂછ્યા વગર જ પોતે એની ખાવા પીવાની ઈચ્છા કળી લેતી, સારૂં સારૂં કાંઈક શાકપાંદડું અને ઢોકળું પત્રવેલીઉં પોતે કરતી ત્યારે નાની અનસુ યાદ આવી જતી, આંખો ભરાઈ જતી, પણ બીજી જ ક્ષણે આંખો લૂછીને એકલી એકલી બોલી લેતી:

'ઇમાં શું રોઇ પડાવાનું હતું બૈ? આ બાપડા દેરને બાયડી જેવી બાયડી ચાલી ગઈ તેના જોવો તો તારો દુઃખ-ડુંગરો નથી ને રાંડી? રાંડેલી અસ્ત્રી તો બધું જ વેઠે, એ તો જોરદાર જાત વદે, પણ રાંડ્યો નર સહી શકે બૈ! ઇ તો ધન છે સસરાજીને, કે રાંડ્યા કેડે એકલે હાથે અડીખમ જેવા રહી છોકરા બે મોટા કર્યા, પરણાવ્યા પશટાવ્યા, ને વળી મારા જેવી મૂંડીને પણ પાળે છે. બાકી આ બાપડા દેરની કાંઈ