આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
'હવે શું વાંધો છે?' : ૧૭૫
ભદ્રા રસોડે બેઠી બેઠી, ચૂલા તરફ જોઇને ખૂબ હસતી હતી, અષાઢના ઘેરાયેલ દિવસે રસોડામાં અંધારું પાડ્યું હતું, એ અંધારે ભદ્રાના મૂંડેલા ચહેરા પર ચૂલાનો તાપ એવો તો ઉઠાવ પામી રહ્યો હતો કે એ લાલિમા કોઈ સીનેમાનો ઉદ્યોગપતિ ન જોઇ જાય એવું આપણાથી ઇચ્છી જવાય.