લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકત્રીસમું
ભાસ્કરનો ભૂતકાળ


મુડદાલ છે આ બધીઓ : આપણને હાંસીપાત્ર બનાવે તેવી છે આ તકવાદી નવીનાઓ.'

ભાસ્કરના ભેજામાં આ શબ્દો તે દિવસના નમતા પહોરે પછડતા હતા. એ પોતાને ઘેર ફક્ત નહાવા ધોવા ને કપડાં બદલવા જઇને પાછો ફર્યો હતો. કંચન હજૂ ઘેર નહોતી આવી, સારું થયું. એટલી રાહત મળી. છોકરીઓની હોસ્ટેલમાં સવારે ગયો હતો ત્યાંથી જબરો કંટાળો લઇને આવેલ હોવાથી એને કોઇ પણ સ્ત્રીને મળવા તે દિવસ ઇચ્છા નહોતી. સ્ત્રીઓ સામે વાદ કરવા બહુ બેસે છે ! ચિબાબલાઈ બહુ બતાવતી જાય છે! હું જાઉં છું ત્યારે ફક્ત મારો વિનોદ કરવા માટે જ વિકટ પ્રશ્નો પૂછે છે. ને આજે તો આ છોકરીઓએ મારા પોતાના પૂર્વજીવનની માહિતીઓ માગી !

પોતાનું પૂર્વજીવન ! એ વિનોદનો વિષય નહોતો. એ ચર્ચવાનો પણ વિષય નહોતો. એ તો મૂંગાં મૂંગાં ભોગવવાની જ વેદના હતી.

પોતાનું નાનપણમાં થયેલું વેવિશાળ એણે પોતે જ અઢાર વર્ષની ઊંમરે છોડી દીધું હતું. સસરા પર કાગળ લખીને જણાવ્યું હતું કે