પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૭૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છત્રીસમું
કંચનને હમેલ !


કંચન તે દિવસે પણ ચાલી ગઈ. અને સાંજે જ્યારે ડોસા ઘેર જમવા ગયા, ત્યારે તેણે એક પોલીસ ઓફિસર જેવા દેખાતા મણસને ઘરની બહાર નીકળતો જોયો.

'આ તમારા પિતા કે ?' બહાર નીકળતે નીકળતે એણે વીરસુતને પૂછ્યું.

'હા.'

'એમને પણ ચેતાવી રાખજો.'

'વારૂ.'

વીરસુત એને વળાવીને પાછો ફર્યો ત્યારે ડોસાએ હાથપગ ધોઇ કરીને પાછલી પરશાળની બેઠકમાં બેઠ બેઠે પુત્રને વાત કરી.

'તેં સાંભળ્યુંને ભાઇ, વહુ હમણાં હમણાં દવાખાને રોજ બે વાર આવે છે.'

'હા !'

'શરીર બહુ નખાઈ ગયું છે.'