પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ આડત્રીસમું
'બામણવાડો છે ભા !'

ળતા દિવસે વીરસુત સૌને વળાવવા સ્ટેશને ગયો, પણ કંચન એના દીઠામાં આવી નહિ. ગાડી રવાના થયા પછી બીજા સ્ટેશને બુઢ્ઢા સોમેશ્વર કંચનને બાજુના ડબામાંથી પોતાના ખાનામાં લઇ આવ્યા.

અમદાવાદમાં ડોસા એ ભદ્રા પાસે બડાઈ તો મારેલી પણ દિવસ છતાં જન્મભૂમિમાં દાખલ થવાની એની હામ ચાલી નહિ તેથી તેણે વચમાં એક જંક્શન પર ઉતરી જઇ, કંચનને વિશેષ મન-મોકળ કરાવી અને તે પછીની રાતની ગાડી પકડી. રાતને વખતે વતનમાં આવીને ડોસાએ ઘર ઉઘાડ્યું. પરોડ નહોતું પડ્યું ત્યાં એ ઊઠ્યો. ઝાડૂ કાઢવા માટે પોતે સાવરણી હાથમાં લીધી તે કંચને આવીને ઝૂંટવી લઇ વાળવા માંડ્યું.

'તમે વાળવા બેસશો તો પછી દેવુની પાસે કોણ રહેશે ભા ?' ડોસાએ બડબડ કરતે કરતે ફાનસ નજીક લટકાવીને એક પટારો ઊઘાડ્યો, ને પટારામાંતી એક પેટી બહાર કાઢી, અને તેમાંથી પણ નાનક્ડી દાબડી કાઢીને કંઈક કાઢ્યું.

'આંહીં અવી જજો ભા જરા !' કહીને એણે કંચનને પાસે તેડાવી, કંચનને લાજ કાઢવાની ટેવ જ મૂળે નહિ હોવાથી એ પટારા પાસે આવીને પીઠ વાળી ઊભી રહી.