આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આઠ જ દિવસ માટે દેવુને માતાજીને પગે લગાડવાની માનતા કરવા જઇએ છીએ, એવું કહીને ગયેલા પિતાનો વીરસુત પર પંદરેક દિવસે કાગળ આવ્યો કે દશેરાનાં નિવેદ પણ ભેગાભેગ પતાવી આવીએ છીએ. દશેરા ગયા. દીવાળી પણ વતનમાં જ ઉજવી, છતાં પિતા અને દેવુ પાછા વળતા નથી. બીજી બાજુ વીરસુત છૂપી રીતે તો કંચનને પણ શહેરમાં ગોતાવી રહ્યો છે. એટલી જ ગંધ આવી કે હમણાં ક્યાંઇક બહારગામ છટકી ગઇ છે.
કોને પૂછે ? મિત્રોસ્નેહીઓને પૂછતાં હામ કેમ હાલે ? પોલીસમાં તપાસ કરૂં ? પેલા બાતમી દઇ જનાર અમલદારને પોતે શોધતો હતો. થોડા દિવસે એ અમલદાર જ આવી ચડ્યો, ને બળાપા કાઢવા લાગ્યો : 'આવો આકરો ઠપકો મને ખવરાવવો હતો ને સાહેબ ! આપે સારા માણસે ઊઠીને મારી આટલી હદે ઠેકડી કરાવી, ને માર ઉપરીની આંખે ચડાવ્યો !'
'શી બાબત ?' વીરસુતની કલ્પના કામ ન કરી શકી.
'આપે મને ચાહીને તપાસ રાખવા ન કહ્યું હોત તો હું આવા