લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બેતાલીસમું
ભાસ્કરનો ભેટો


નો ડબો જ્યાં ઊભો રહ્યો તેની સામે જ બે પોલીસની વચ્ચે એક માણસ કેદી વેશ વગર પણ કેદીની દશામાં ઊભો હતો. એ ડબો ઊભો હતો ત્યાં દીવા ઝાંખા હતા. કેદીને લઇને પોલીસે એ જ ડબાનું કે ખાનું રોકી લીધું.

કોઇ નીચે ઊભેલી સ્ત્રી એક બીસ્તર અને એક ખાવાનો ડબો ઊંચો કરીને એ ઊજળાં લાગતાં કપડાંવાળા સંસ્કારી કેદીને કહેતી હતી : (ને એના બોલ પરથી સ્પષ્ટ થતું હતું કે એ બુઢ્ઢી હતી, બોખી પણ હતી;) 'લે ભાઇ, બેટા લઇ લે આ પાથરવાનું ને ભાથું.'

'નહિ બા, જરૂર નથી.' કેદી જવાબ વાળતો હસતો હતો.

ભદ્રાને કાને અવાજ અફળાયો. એનાં આંસુ થંભ્યાં. એનું મોં બારીનો ટેકો ત્યજી ઊંચું થયું.

'પણ બેટા, લાંબી મુસાફરી છે. હાડકાં દુઃખશે.' નીચે ઊભેલી બોખલી બુઢ્ઢી કેદીને ફરી ફરી આગ્રહ કરતી હતી.

'જનેતાઓનો આ જ તો ત્રાસ છે ના !' કેદી પોતાના સાથી સિપાહીને કહી રહ્યો હતો; 'ભોંયમાં ભંડારી દઇએ, ઊપર પાંચ