પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૮ : તુલસી-ક્યારો

'તમે રહેવા દો. આ મજૂર છે ને.' કંચનગૌરીએ કહ્યું.

'ના રે ના, શો ભાર છે? હું ક્યાં દુબળી પડી જાઉં છું!'

'ચાલો ત્યારે.' કંચનગૌરી આગળ ચાલી. એનાં ચંપલ સ્ટેશનના પ્લેટફોર્મના પથ્થરો સાથે ચટાકા કર્યે જતાં હતાં. એના હાથ બન્ને ગજવામાં હતાં. માથેથી સરીને ખભે પડેલી મથરાવટીની સોનેરી કોર, સ્વેટરના કોલર ઉપર સરસ લાગતી હતી.

પાછળ પાછળ ચાલી આવતી ભદ્રા અજાયબીનો લહાવ લેતી હતી. કંચનગૌરી તો જબરાં થઈ ગયા લાગે છે ને શું ? કેવાં ઠરેલાં ડગલાં ભરતાં હીંડ્યાં જાય છે! આ જુવાન છોકરાઓ તો જો ! કંચનગૌરીને 'સાહેબજી ! સાહેબજી !' કરતા ઊભા છે. 'કોને લેવા?' એમ પૂછે છે ને હું કેવી ભોંઠી પડું છું ! સારૂં છે કે કંચનગૌરી ફક્ત ટૂંકો જ જવાબ આપે છે -

'મહેમાનને.'

'હલ્લો ! ગુડ એફ્ટરનૂન !' કરતી એક પારસી સ્ત્રી આવીને દેરાણીના હાથમાં હાથ મિલાવી હલાવે છે, અને માડી રે ! એની જોડેનો પારસી ધણી પણ દેરાનીના હાથે હાથમાં દબાવી ધુણાવે છે. પરસ્પર કેવાં અંગ્રેજીમાં વાતો કરે છે ! કંચનગૌરીને અંગ્રેજી પણ આવડી ગયું. દેરાણી મારી, જબરી થઈ ગઈ જણાય છે. અરેરે ઈશ્વર ! એક જ ખોટ ને! એકે ય જણું જીવે નૈ ને.'

આવા ભાવો ભાવતી ભદ્રા જ્યારે કંચનગૌરીની પાછળ પાછળ સ્ટેશનની બહાર નીકળી ત્યારે તેણે જોયું કે શોફર એક બેબી-કાર હાંકીને પગથિયા નજીક લઈ અવ્યો. શોફર ઉતરી ગયો. હાંકવાની જગ્યાએ કંચનગૌરી ગોઠવાઈ ગયાં ને તેમણે હાથમાં 'વ્હીલ' (મોટર-હાંકવાનું ચક્ર) લીધું. શોફર પાસે પાછલું બારણું બારણું ઊઘડાવી, જેઠાણીને