લખાણ પર જાઓ

પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૨ : તુલસી-ક્યારો


એણે 'અરરર...' સીસકારો કર્યો. શું થયું તે ન સમજતી : કંચન પણ ચમકી ઊઠી.

"ઢાંકણું તો બરાબર બંધ કરવું'તું!' વીરસુતથી વેદનાના માર્યા આટાલું બોલાઈ ગયું.

'પણ મને શી ખબર!' એટલું બોલતાં બોલતાં કંચન રડું રડું થઈ પડી. 'મેં તો બરાબર બંધ કર્યું હતું.'

'તો પછી કોણે મેં ઊઘાડી નાખ્યું?' વીરસુત મોટે અવાજે બોલી ઊઠ્યો. 'તારે તો જવાબ જ આપી દેવો સહેલ છે.'

'લો ત્યારે મૂંગી મરી રહું. અભાગ્ય છે મારી.'

કોથળી તો વીરસુતે જ પેટ પર ગોઠવી લીધી, દસેક મિનિટ એની આંખ મળી ગઈ પછી એ જાગ્યો ત્યારે કંચન ડ્રેસીંગ ટેબલ પર જઈ અરીસા સામે બેઠી બેઠી રડવું રોકવાનો પ્રયત્ન કરતી હોય એવો ભાસ વીરસુતને થયો.

ખરી રીતે તો એ રડવાનો પ્રયત્ન કરતી હતી.

વીરસુતે તૂર્ત એને બોલાવી 'આંહીં આવ, ગાંડી!'

જવાબમાં ડુસકું સંભળાયું.

'મારા સમ જો ન આવે તો.'

'સમ શા માટે દો છો? તમે મને ક્યાં વહાલા છો?' રડતી રડતી કંચને આ જવાબ વાળ્યો.

'એવું તે હું કદી માનું? આંહીં આવને બાપુ ! ભલી થઈને આવને ! જે બોલી જવાયું તે ભુલી જાને. જો મને દુઃખાવો પણ