પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૫૬ : તુલસી-ક્યારો


ને રસ્તો પોતે કાઢી આપ્યે જ જંપતો. કોઈ સુમનને એ કહેતો કે તારે માટે સુનીતા જ બંધ બેસતું પાત્ર છે; તો કોઈ ચંપકને એ કહેતો કે તું દેવયાની સાથે સુખી નહિ થઈ શકે, તારે માટે તો ચંદન જ લાયક છે. રમણને એ ચેતવતો કે તું પ્રમીલામાં શું મોહાયો છે? એ છોકરી તારા જેવા શાંત માણસને સાચવી નહિ શકે, તું હેરાન હેરાન થઈ જઈશ: તારે લાયક તો લીલા જ છે.

ભાસ્કરની આ મેળવણી એની શેહમાં આવેલા બધા જ યુવાનોને બુદ્ધિમાં તેમ જ અંતરમાં ઊતરતી કે કેમ તે તો નક્કી નથી કહી શકાતું; છતાં ભાસ્કરની પસંદગીનું ઉથાપન કોઈએ કર્યાનું અમને સાંભરતું નથી.

લગ્નની વાટાઘાટ ભાસ્કર જ કરી આવતો, તિથિ પણ બેઉની સગવડ વિચારીને ભાસ્કર જ નક્કી કરતો; 'સિવિલ મેરેજ' નોંધાવવા માટેની બધી જ પત્રવ્યવહાર વિધિ ભાસ્કરને શિરે રહેતી. પરણનાર યુવાનને અને યુવતીને તો એ છેલ્લી ઘડી સુધી કનડગત કરતો નહિ. તેઓ ગામમાં હોય કે જુદાં જુદાં પરગામ હોય, બેઉ લગ્નતિથિની આગલી સાંજે એકાએક ટ્રેનમાં ઉતરી પડે. કેમ જાણે કશું જ ધાંધલ કે ધમાલ છે જ નહિ એવા પ્રશાંત રોજિંદા વાતાવરણમાં બેઉ જણાં હાજર થઈ જાય, ને વળતા દિવસે ચોકસ કલાકે સરકારી તેમ જ ધાર્મિક ક્રિયાઓ ટૂંકસર વિધિથી પતાવીને કશું જ જાણે કે બન્યું નથી એટલું હળવુંફૂલ હૈયું લઈને પરણનારાં સંસાર શરૂ કરી લે, કે પછી જરૂર પડે તો તે ને તે જ દિવસ રાતની ટ્રેનોમાં બેઉ પરણનારાં પોતપોતાનાં અલગ અલગ કાર્યસ્થાને પરગામ પહોંચી જઈ પૂર્વવત્ પ્રવૃત્તિ ચાલુ રાખે.

બનતું એવું કે ભાસ્કરે મેળવી આપેલાં આવાં યુવાન જોડાંમાં