પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૮૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૭૨ : તુલસી-ક્યારો


'કેમ, હોર્ન બહુ વગાડવું પડ્યું?'

'સાંભળતા હતા ત્યારે કેમ મોં ન બતાવ્યું?' કંચને સ્વરમાંથી આક્રંદ કાઢ્યું.

'જાણી બુઝીને.'

'કાંઇ દોષ?'

'હા જ તો, તારામાં મોટાઈ ન આવી જાય તે માટે જ જાણી બુઝીને.

'કેટલા ક્રૂર છો તમે !'

'તમારી સૌની વધુ પડતી કોમલતાને કાબૂમાં રાખવા જ તો.'

'કેમ અત્યાર સુધી ઘેર ન આવ્યા? ક્યાંઇ રખડવા ગયા હતા?'

' તારા ઘર સિવાયના ઘેરે જવું એટલે રખડવું એમ ને?'

'ના પણ મારા સોગંદ, સાચું ન કહો તો, ક્યાં ગયા હતા અત્યારમાં?'

ભાસ્કર ચપળ હતો. કંચનના અને બીજી છોકરીઓના અંતરમાં બળતા ઇર્ષ્યાગ્નિને ઓળખતો હતો. એણે જવાબ વાળ્યો : 'તને કહેવા હું બંધાએલો નથી, વીરસુત બંધાએલો છે.'

'એનું નામ ક્યાં લો છો પ્રભાતમાં ?'

'કાં ? અપશુકનિયાળ નામ છે ?'

કંચને રાતની કથા રડતે રડતે વર્ણવવા માંડી. આખી વાતનો સાર આ હતો કે 'પરણવું હતું ત્યારે તો બણગાં ફુંક્યાં કે તને તરતાં શીખવા લઈ જઈશ, તારે સાઈકલ અને