પૃષ્ઠ:Tyagmurti Ane Bija Lekho by Gandhiji.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
ત્યાગમૂર્તી અને બીજા લેખો.

૨૦૦
ત્યાગમૂર્તિ.

નાગરિકનું કન્ય તા. ૨૬-૮-૨૪ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીએ ગાંધીજીને માનપત્ર આપ્યું હતું, તેને ગાંધીજીએ વાળેલા ઉત્તર નીચે પ્રમાણે : “ આપે જે સુંદર માનપત્ર આપ્યું છે તે માટે આપના સાના આભાર માનું છું. વળી આ ક્રિયા જેવાને માટે આપ જે ભાઇબહેના આવ્યાં છે. તેમને પણ હું બહુ આભારી છું. પણ હું એને માટે લાયક નથી. એમ કહેવામાં નથી આત્મ- નિંદા કે નથી અપેક્તિ. મને લાગે છે કે કાઇ પણ શહેરી પાતાના શહેરની મ્યુનિસિપાલિટીતરથી માનપત્ર લેવાને અધિકારી થાય તે માટે તેણે શહેરની કાર્ઝ વિશેષ સેવા કીધેલી હાવી જોઈ એ. મને ખબર છે કે મે'તા શહેરની કશી જ રોવા નથી કરેલી અને જે સેવા માટે મને માનપત્ર આપવામાં આવ્યું છે તેને માટે મને તે આપવાની કશી જ જરૂર નહેાતી. પણ હું જાણું છું કે એ માનપત્ર અને મળે છે તેનું કારણ એ છે કે તમારામાંના ઘણા, ખીન્ન ક્ષેત્રમાં મારા સાથીએ છે, અને આપણે બધા એવા દેશની પ્રજા છીએ કે જે દેશ જશક સરખા કામને માટે કામ કરનારને છાપરે ચઢાવે છે.