પૃષ્ઠ:Ushakant.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. અને તે જ વર્ષે હેનાં લગ્ન ગુલાબ સાથે કરવામાં આવ્યાં; દયાકેર વહુ મટી સાસુ થયાં અને ગૃહકાર્યમાં ગુલાબની સાહા મળવા લાગી. પ્રીતમલાલ તથા દયાકેરને સ્વભાવ એવે સુશીલ અને સ્નેહાળ હતું કે ગુલાબને જરાપણું તકરાર થવાને સંભવ નહતું. પુત્રને પરણાવ્યા પછી, પુત્રવધુ ઘેર આવ્યા પછી, પતિપત્ની તરીકે સર્વ સુખ ભોગવે એવી અનુકૂળતા કરી આપવી એ ફરજ મનાતી; વહુની સાથે દિવસના ભાગમાં જરાયે મળવાં ન દેવાં, રાત્રિના અગિઆર વાગ્યા શિવાય વહુથી પિતાની મેડીએ ન જવાય; પતિ પત્નીને વખતે વખત ખાવા પીવા માટે–વાપરવા માટે પાઈ પણ ન આપવી; બને કઈ પણ ઠેકાણે સાથે બહાર ન જવા દેવાં; સાથે જાય અથવા એવી રીતે આનંદ કરતાં હોય તે “બેશરમ ” “વહુઘેલો” “વરઘેલી કરી અડાવી નાંખવાં, વહુને માટે બજારમાંથી કાંઈ લાવે તે ખમાય નહિ. આ સહુ પ્રીતમલાલ તથા દયાકારના સંબંધમાં નહતું અને હેને લીધે જ કુટુંબમાં આનંદ અને શાનિત પ્રસરી હતી. કાળે કરી ગુલાબ અને દયાકોરને સાથે પુત્રજન્મ થયા. 'પ્રભાકર અને ઉષાકાત સાથે ઉછરવા લાગ્યા અને બન્નેના મગજમાં આ સુખી કુટુંબને ઉચ્ચ સંસ્કાર પડ્યા. ગૃહનું સર્વ કાર્ય ગુલાબ કરતી અને દયાકેર ઉધાકાત તથા પ્રભાકરને બેસાડી રામાયણ, તેમ જ મહાભારતની કથાઓ સ્નેહથી કહેતી અને ઉચ્ચ ભાવોને વિકાસ કરતી; સામાન્ય રીતે હાના બાલકે કાંક મહમજતા થયા પછી આ શું ? આનું નામ શું ? એમ પ્રશ્નો પૂછે છે, આવી વખતે હેમની શંકાઓ દૂર કરવાને