પૃષ્ઠ:Ushakant.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પૂર્વ કથા. તેમ જ વિદ્યાર્થી અવસ્થા સાથે જ ભોગવે છે અને સાથે ભગવે છે તે છતાં બુદ્ધિમાં બીજી પ્રજાને કેટલીક વેળા પછાત પાડે છે ત્યારે જે આ બે અવસ્થા સાથે ન આવતી હોય તે કેટલી બધી શક્તિ પ્રદર્શિત થાય ? દયાકોર અને ગુલાબનો શાન્ત સંસાર ચાલ્યા જ હતા અને ઈન્દુ અને કાતિના જન્મ થયા. ઈ-દુના જન્મની સાથે પ્રીતમલાલને પેન્શન મળ્યું અને આથી સર્વ કેાઈ મશ્કરીમાં હેને “પેન્શનગવરી' કહેતાં. ઘરમાં માણસની વૃદ્ધિ સાથે આવકમાં ઘટાડે છે એટલે ઈન્દુના પગલાં સગાં વહાલામાં અશુભ લેખાયાં. મૂળ તે પુત્રિની જાત હિંદુ સંસારમાં હલકી લેખાય છે ને હૈમાં પેન્શનને લીધે વધારે હલકી થઈ. પ્રીતમ- લાલ તથા દયાકાર ઈન્દુ કે કાતિમાં પોતાની જાત હલકી છે એવો વિચાર ન આવે એટલા માટે સર્વ પ્રયત્ન કરતાં હતાં અને એમાં ઘણે દરજે ફલિભૂત થયાં હતાં, પરંતુ ગુલાબ તેમ જ સગાંસંબંધી, આડોશીપાડોશી ઈન્દુ અને કાતિનાં દેખતાં એવા વિચાર કાઢતાં હતાં તેથી ઉષાકાન્ત અને પ્રભાકર જેવી રીતે ઉછેરાયા હતા તહેવી રીતે આ છોકરી ઉછેરાઈ નહિ. ઈન્દ્રના જન્મ પછી દયાકેરનું શરીર પણ ઘસાયું હતું; પ્રીતમલાલ બહુ કામના કારણે અશક્ત થયા હતા. આ બે છોકરાંની કેળવણી ગુલાબને હાથે આવી અને ગુલાબને સહભાવ અહીડી અને કાંક અદેખે હેવાથી આ બે છોકરાંના વાંસા સારી રીતે ધેવાતા હતા. કાતિ અને ઈન્દુ નિશાળે જતાં હતાં ખરાં પણ જ્યારે ગુલાબને કામને કંટાળે આવતે ત્યારે નિશાળે મેકલવાની બંધી કરવામાં આવતી એટલું જ નહિ પણ ઘર