પૃષ્ઠ:Ushakant.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બંદર ઉપર. ઝળીયાં આવી ગયાં. હેની આ સ્થિતિ જોઈ પાસે ઉભેલી શિવલમીના હૃદયમાં અનુકંપા આવી અને પૂછયું : “ભાઈ કોઈ જવાનું હતું? શા માટે દિલગીર થાવ છે ?” બહેન ! મહારે સગો અને મિત્ર વિલાયત જવાને હતે ! તે આજ જવાનો છે. હેની મહને અમદાવાદ કાલ રાત્રે ખબર મળી અને હું તરત જ ત્યાંથી નિકળે. બંદર ઉપર આવતાં વાર થઈ અને મેલ ઉપડી ગઈ કેાઈ એને મૂકવા આવ્યું હશે કે કેમ? એ એકલે છે અને મહારે અંગત નેહી છે.” શું! હમે દયાકરના ઉષાકાન્તની વાત કરે છે ? ઉપ- કા, ઉષાકાન્ત વિલાયત ગયા ! એક સાહેબ ડે ઉષાકાન્ત જેવું જાય છે હેવી વાત હમણાં જ અહી ચાલતી હતી. ઉષા- કાન્ત કેમ એકલા ગયા ?” બહેન! હું હમને ઓળખતે નથી, છતાં હમે મને ઓળખતાં લાગે છે. ત્યારે કેઈ ગયું એ વાત સાચી. બહેન એ ઉષાકાન્ત નહિ પણ પ્રભાકર , ઉષાકાન્ત તે મારું નામ.” ઉષાકાન્ત તે મારું નામ એ વાક્યની સાથે જ પાસે ઉભેલી સજના હૃદયમાં ધબકારે થશે. આંખમાં નવીન જ તેજ છવાયું. આ શું થાય છે અને શું થયું તે સરોજ હમજી શકી તે નહિ. પણ હવે હેને ઉષાકાન્તની વાતમાં વધારે રસ પડવા લાગ્યા. ઉષાકાન્તના મહાં ઉપરથી અમૃત વરસતું હોય અને નેત્રને આનન્દ મળતો હોય તેમ ટીકી ટીકીને જોવા લાગી. “સરાજ! ઉપરાકાન્તને આપણી ઓળખાણ આપ. ભાઈ: પ્રભાકર અમસ્તો જ વિલાયત ગયે છે કે કેમ ? હમે ત્યારે હવે અમારી સાથે જ ચાલે અને આપણે ત્યાં જ ઉતરવાનું રાખો.”