પૃષ્ઠ:Ushakant.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉષાકાન્ત. શુદ્ધ ચિતે ઉત્તર આપતું હતું. રાત્રિના નવ વાગતાં ઉષાકાન્ત અમદાવાદ જવા તૈયાર થયે; શિવલક્ષ્મીએ ઘણે આગ્રહ કર્યો પણ કૉલેજના કર્મનું બહાનું કાઢી જવાનો નિશ્ચય કર્યો. સરે- જના અન્તઃકરણમાં રહી જાય તે ઠીક’ એમ થયા કરતું હતું અને મન ઘણુંએ કબજે રાખતી હતી છતાં ઉષાકાન્ત તરફ આકપાતું હતું; ઉષાકાન્ત માટે “હું જ પૂરી કરી નાંખીશ.' એમ સેત્સાહભર જવાબ આપી દૂધ પૂરી તૈયાર કર્યા; સરેજ જમાડનારી અને ઉષાકાત જમનાર. બેમાંથી એકે બોલતાં નહતાં; શિવલક્ષ્મી વખતે વખત આવી જમવાને આગ્રહ કરતી. ઉન્હી ઉન્હી પૂરી ઉષાકાન્તની થાળીમાં નંખાતી. મશાલે ભરેલા ભીંડાનું શાક અને કહેલું દુધ અપાતું; ગમે તે ઉષાકાન્તને બહુ ભૂખ લાગી હોય અથવા તે જમણમાં જ કે જમાડનારમાં મીઠાશ લાગી હોય પણ ઉપાકાતે આજ સારી. રીતે ખાધું; રેલ્વેને ટાઈમ થઈ જશે હેનું ભાન જ ન રહ્યું; આખરે ઉડ્યો અને પાનસેપારી લઈ વિકટેરીયામાં બેસી સ્ટેશન તરફ ચાલ્ય; વિકટેરીયામાં બેઠાં બેઠાં પાછળ જોઈ બહારીમાંથી દેખાતી સરોજની આંખે દેખાઈ ત્યાં સૂધી જેઈ અને ઉડી ઉન્હીં રસોઈને સ્વાદ તે મનમાં જ રહી ગયે; વિચારમાને વિચારમાં સ્ટેશન ઉપર આવી, ટીકીટ કાવી ગાડીમાં બેઠે ત્યારે હેને ભાન આવ્યું કે પ્રભાકરને મળયું નહિ અને આ તે ઈ તૃતીયમ્ જાગ્યું. ગુલાબ બહેનને કે ધીરૂભાઈને જવાબ આપીશ? સજની તે વાત જ ન કરવી એ નિશ્ચય કરી સ્વસ્થ થયે. ગાડીમાં સૂવાની ગોઠવણ કરી જરા આડે થતાં, ઉંધ આવી અને સવારે અમદાવાદ આવતાં ઉો.