પૃષ્ઠ:Ushakant.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અમીરી હાટેલ આગળ. ૭૫ જેમ જેમ સગવડતા સરળતા વધતી જશે, જેમ જેમ ઐહિક સુખ ભોગવવાના સાધન વધતાં જશે તેમ તેમ આવા અક- સ્માત, આવા બનાવો પણ વધવાના. ગામડાંના શાન્ત નિવિધ નિવૃત્તિમય જીવન ક્યાં અને શહેરનું મેટારકારજીવન ક્યાં ? જીવન નિભાવવા માટે કેટલાં ફાંફાં—ગરીબ વર્ગ વધતું જાય છે ત્યારે કેટલાક તવંગર જ થાય છે; બંને પક્ષને સુખ થાય એવા કયા સાધન યોજવા ? તવંગરે દુઃખાર્તજન પ્રત્યે વધતી નેહ- વૃત્તિ કયી રીતે દાખવતા શિખે ?—એ સર્વને વિચાર આ બન્ને મિત્રો કરતા કરતા હોટેલમાંથી નીકળ્યા.