પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
હજામ કે વાળંદ

હજામ કે વાળંદ પ્રતિષ્ઠાની વધષ્ટ, મનુષ્યની પ્રતિષ્ઠાની જેમ, જગતમાં થયાં કરે છે અને થયાં કરશે. આ સુધરેલા જમાનામાં તે સૌ પોતપોતાની હજામત કરતાં શીખી રહ્યા છે, એટલે સહેજે વાળંદના ધંધામાં રહેલા ડંખ નીકળી જશે. અાપા નીકળી તા ગયા છે. મારા મનમાં તો વાળંદ, ભંગી, ચમાર, દેઢ ઇત્યાદિ શબ્દો પ્રત્યે કશે અણુગમા નથી રહ્યો. હું પોતે એ બધા ધંધા કરું છું, ખીજાને કરવા પ્રેરું છું, અને તેમ કરવામાં મને આનંદ ઉત્પન્ન થાય છે. મજકૂર વધાર્થી ભાઈ આતે મારી સલાહ છે કે, તે તે તે ધધા પ્રત્યે સમાજમાં અણુગમે છે તે વાત ભૂલી જાય. અને તે તે ધંધામાં કુશળતા મેળવી, પોતાના આચારવિચાર શુદ્ધ કરી, તે તે ધંધાની અને પોતાની પ્રતિષ્ઠા વધારે. આવા જ હેતુથી પ્રેરાઈ, મને જોકે મારી હુજામત સરસ રીતે કરતાં આવડે છે તેપણુ, ખાદીધારી વાળંદ જ્યાં મળી શકે છે ત્યાં તેને તસ્દી આપું છું, અને તેને દેશસેવા પ્રત્યે દેરવા મથું છું. આપણે શુદ્ધ સ્વરાજ્ય લેવું છે, તેથી જ આવા ધંધામાં કાયેલા બધાની મદદની તેમ જ તેમની સુધારણાની આવશ્યકતા છે. આપણામાં ચમાર, વણકર, મેચી ટ્રેડ ઇત્યાદિ જ્ઞાની ભક્ત થઈ ગયા છે. તે પછી તેમનામાંના કાઈ પાતાની સેવાના અાથી રાષ્ટ્રપતિ થાય તો શી નવાઇ છે ? આવા ધંધા કરનારા પોતાના આચાર અણીશુદ્ધ રાખી શકે છે, તેમ પોતાની બુદ્ધિ તેસ્વિની કરી શકે છે. દુઃખ એ છે કે, એવા ધંધા કરનારા બુદ્ધિશાળી નીવડે છે ત્યારે તેમને પોતાના ધંધાની શરમ ઊપજે છે અને છેવટે છેડી દે છે. મારી કલ્પનાને રાષ્ટ્રપતિ વાળદના કે મેચીના ધંધામાંથી પોતાની આવિકા મેળવતા હાય, છતાં રાષ્ટ્રનું સુકાન પણ ચલાવી રહ્યો હેાય. રાષ્ટ્રકા ના એાને અંગે પોતાના ધંધાને સંપૂર્ણતાએ તે પહેાંચી ન શકે એ સંભવે, પણ એ તો નાખે પ્રશ્ન થયા. તા. ૨૨–૧૨–૨ .