પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
સત્યાગ્રહ ને જ્ઞાતિસુધારો

સત્યાગ્રહ ને જ્ઞાતિસુધારો નથી. તેમાં સંયમ જ દીપી શકે, વાવેલા ખીજને સયમરૂપી પાણી પાવું રહ્યું છે. ‘ મારાં કરાં નહિ પરણે તે હું ખીજી જ્ઞાતિમાં પરણાવીશ, હું ભાજવિલાસ ખીજી જગ્યાએ કરીશ,’ એવા વિચાર કરનાર સયમી કે અસહકારી નથી; એ તે મિથ્યાચારી છે. સયમી અસહકારી તે જ્ઞાતિના જ ગામમાં રહી તપશ્ચર્યા કરશે. અહિંસાના સાનિધ્યમાં વૈરત્યાગ રહ્યા છે. પેલા ત્યાગી હિમાલયમાં ખેડા મહાજન પ્રતિ અહિંસાપાલનના દાવા કરી મહાજનનાં હૃદયને પિગળાવવાની આશા ન જ રાખે, મહાજને તેને અનાદર કર્યાં છે તેમાં એક કારણ એ પણ છે કે, તેને અવિવેકી, ઉદ્ધત જુવાનિયા માની લીધા છે. પોતે ગરીબ ને ભુવાન છતાં ઉદ્દત કે વિવેકન્ય નથી, પણુ નમ્ર વિવેકી છે એ તે તેણે હવે હજુ બતાવવાનું રહ્યુ છે. આમ કરતાં કરતાં, સેવાના પ્રસંગે જ્ઞાતિભાઈબહેનાની સેવા કરતાં કરતાં, ને તે છતાં તેના બદલાની આશા ન રાખતાં, તે જોશે કે, સુધારાપથમાં આજાએ ભળરો; તે અસહકાર નહિ કરતા હોય તે પણ તેની લાગણી તેના પ્રત્યે રહેશે. કેમકે, જેમ આપણે સરકારી ભાઈ ને આપણા જ્ઞાન તે ત્યાગના ધડમાં ગાળા ભાંડીએ છીએ, તેમ આપણે આ જુવાન સંયમી, નાતીલા તેને સાથ ન દે અથવા વિચારમાં જ મળે પણ અસહકારમાં ન ભ તેથી, તેને ગાળ નહિં ભાંડે, પણ તેના પ્રત્યે પ્રેમભાવ જ રાખી તેઓનાં મન હરી લેશે. પ્રેમ તે! પારસમણિ છે એમ તે નિત્ય અનુભવતા જશે. પણ અનુભવ થતાં વાર લાગે તાયે તે અધીરો ન જ થાય, તોયે વિશ્વાસ રાખે કે પ્રેમખીજનું ફળ અગણિત પ્રેમાળ જ હોય. મને આવેલા કાગળમાં પૂછ્યું છે કે, આપણા તપસ્વી અસહકારી જ્ઞાતિભેાજનના ત્યાગ કરે તેમાં તેને જ્ઞાતિમાં મિત્રવર્ગ હોય તેને ત્યાં ભાજનનો પણ ત્યાગ કરવાના ખરી કે હકીકત તો એવી બનવી જોઈએ કે, ત્યાગપત્ર મળતાં જ મહાજન રાખે ભરાશે ને પેલા ત્યાગીને નાતબહાર કરશે, તે જે કાઈ તેની સાથે