લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
વાર્તાનું શાસ્ત્ર-૧
 

શણગારતાં એક લૂટડું નીચે પડી ગયું. મેડીએ બેઠી બેઠી સોનબાઈ કહે : “ભાભી, ભાભી ! એ લૂગડું દઈ જાઓને !”

ભાભી કહે કે, “ઓહોહો, રાજકુંવરીબા ! તમારે પગે કાંઈ મેંદી નથી મેલી. નીચે ઊતરીને લઈ લોને ?”

સોનબાઈની આંખમાં પાણી આવ્યાં. એને માબાપ સાંભર્યાં.

બીજો દિવસ થયો. છ ભાઈ સવારે ઊઠીને કામે ગયા. ભાભી કહે, “સોનબાઈ ! બેઠાં બેઠાં રોટલા ખાવા નહિ મળે. લ્યો આ બેડું; ભરી આવો પાણી.” સોનબાઈ પાણી ભરવા ગઈ. માથેથી બેડું પડી જાય, લૂંગડાં ભીંજાય, ને માર્ગે માણસો મશ્કરી કરે. માંડ માંડ સોનબાઈ બેડું ભરીને ઘેર આવી, ને ગોળામાં પાણી રેડ્યું. પાછી બીજું બેડું ભરવા ચાલી.

ભાભીએ ગોળાને પાણો માર્યો, એટલે નીચેથી ગોળો નંદવાઈ ગયો, ને પાણી બધું ઢોળાઈ ગયું.

સોનબાઈ બીજી હેલ ભરીને આવે ત્યાં તો ગોળામાં પાણી ન મળે ! બીજી હેલ રેડીને સોનબાઈ ત્રીજું બેડું ભરવા ચાલી. વળી આવીને જુએ તો ગોળામાં પાણી નહિ. નદીકાંઠે જઈને સોનબાઈ રોવા લાગી. એને રોતી સાંભળીને એક દેડકો એની પાસે આવ્યો. દેડકાએ પૂછ્યું : “તને શું થયું છે, નાની બહેન ?” સોનબાઈ કહે : “ભાભીએ ગોળો ફોડી નાખ્યો; પાણી ભરાતું નથી.” દેડકો સોનબાઈની સાથે એને ઘેર ગયો.........

સોનબાઈની વાર્તા
(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)

એક હતી સોનબાઈ. એને સાત ભાઈઓ અને સાત ભોજાઈઓ. સાત ભાઈ વચ્ચે સોનબાઈ એક જ બહેન. સોનબાઈ બહેન એટલે તો શી વાત !