પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૯૬
 

વાર્તાનું શાસ્ત્ર-૧ બ્રાહ્મણી કહે : "પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચસાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો.” બ્રાહ્મણ કહે : "ત્યારે કાંઈ નહિ; માંડી વાળો.” બ્રાહ્મણી કહે : "ના, એમ નહિ, પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યાં છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા ઘો. પછી હું તમને પાંચ સાત પાડી આપીશ. મારે કાંઈ ખાવાં નથી એટલે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.” વાળુ કરીને છોડીઓ સૂઈ ગઈ. બ્રાહ્મણીએ હળુ હળુ ઊઠીને ચૂલો સળગાવ્યો. પછી ચૂલા ઉપર લોઢી મૂકીને ઉપર ટીપુંક તેલ મૂક્યું, પછી વડાંનું ડોઈને તે વડાં કરવા બેઠી. જ્યાં પહેલું વડું લોઢીમાં મૂકયું ત્યાં 'છમ, છમ, છમ,’ ૯૬ થયું. 'છમ છમ' સાંભળીને એક છોડી જાગી ને કહે : " મા! મને છમ વડું.”

મા કહે : "સૂઈ જા, સૂઈ જા. આ લે એક વડું. ખાઈને સૂઈ જા. જોજે બીજી જાગે નહિ.” પહેલી છોડી તો એક વડું ખાઈ પાણી પીને સૂતી. માએ તો બીજું વડું મૂકયું, ત્યાં તો પાછું 'છમ, છમ, છમ' થયું. બીજી છોડી જાગીને કહે : મા ! મને છમ વડું.’’ મા કહે : "લે સૂઈ જા. સૂઈ જા. ખાઈ જા આ વડું ને પાણી પીને સૂઈ જા. જો બીજી બેન જાગશે.” બીજી છોડી વડું ખાઈને સૂઈ ગઈ. બ્રાહ્મણીએ બ્રાહ્મણની સામે જોયું. બ્રાહ્મણ કહે : "હશે, એ તો છોકરાં છે ને ?”