પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦૬
 

0 ૧૦૬ ના. વાર્તાનું શાસ્ત્ર-૧ ઝૂંપડી પાસે એક સુંદર સોનેરી ચામડીવાળું હરણ આવ્યું. સીતાજીને તે બહું ગમી ગયું. રામને સીતા કહે : "એ હરણ મારીને લાવો તો હા નીકર રામ તો તીર લઈને ઊપડયા. પાછળથી લક્ષ્મણ પણ ગયા. સીતાજી મઢીમાં એકલા રહ્યાં. ત્યાં લંકાનો રાજા રાવણ આવ્યો. .. બાવાનો એણે વેશ પહેર્યો હતો; હાથમાં ઝોળી હતી ને પગમાં ચાખડી હતી. રાવણ કહે : "સીતાજી ! ભિક્ષા આપો.” સીતાજી જ્યાં ભિક્ષા આપવા જાય ત્યાં રાવણે તેમને ઊંચકી લીધાં. રાવણ સીતાજીને લઈને લંકા ગયો. હરણ મારીને રામલક્ષ્મણ પાછા આવ્યા. મઢીમાં આવીને જુએ તો કોઈ ન મળે ! બેઉ ભાઈ સીતાજીની શોધમાં ચાલ્યા. નદી જોઈ, નાળાં જોયાં, જંગલ જોયાં ને ડુંગરા પણ જોયા; પણ સીતાજી કાંઈ ન મળે. ગોતતાં ગોતતાં બેઉ ભાઈ વાંદરા ને રીંછના દેશમાં આવ્યા. ત્યાં તેમને ખબર પડી કે સીતાજીને તો રાવણ હરી ગયો છે. રામ, લક્ષ્મણ ને વાંદરા લંકા ભણી ચાલ્યા. લંકાનગરી દરિયાની વચ્ચોવચ્ચ હતી.