પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૮
 

વાર્તાનું શાસ્ત્ર-૨ કહેવાય છે. અહીં વાર્તા ઉપરથી સમય પર જવાનું નથી હોતું; અહીં તો સમય ઉપર આધાર છે. ગ્રહણ વખતે લોકો એકઠા થઈને બેઠા હોય પછી એ વખતે જે વાત કે વાર્તા નીકળી તે ખરી. ઘણી વાર સ્મશાનમાં પણ આમ જ ચાલે છે. શરદપૂનમની રાત્રે લોકો ઉત્સવ કરતા હોય એમાં વાર્તા જામી પડે તો જામી પડે. બ્રાહ્મણોનું વળાણું હોય ને પછી બ્રાહ્મણોને ખાઈપીને ચોરે વખત ગુમાવવો હોય ત્યારે વાર્તાનો તોટો નથી રહેતો. નવરા પડેલા માણસો પાસે વાર્તાઓનો એ જ સમય છે કે જ્યારે તેઓ વાર્તા કહેવા અને સાંભળવા નવરા હોય. ૧૭૮ વાટે તો અમુક વાર્તાઓ જ ચાલે. જાનના વળાવિયાની વાતો ને છાણ મેળવવા નીકળેલી બે બેનપણીની વાતોનો સમય પંથ છે. પંથ કાપવા માટે ઘણા લોકો વાર્તાઓનું શરણ લે છે. નાનાં બાળકો ચાલતાં ચાલતાં થાકી જાય ત્યારે તેમને વાર્તા કહેવાની યુક્તિ ઘણા માણસો જાણે છે. ભોજાઈને તેડવા દિયર ગયો હોય એ ભોજાઈ પિયરને સંભારી સંભારી ને વાટ બધી રોતી આવતી હોય ત્યારે નાનકડો માયાળુ દિયર ભાભીને નવી નવી વાતો સંભળાવે છે. આ વખતે કેવી વાર્તાઓ ચાલે તે કહેવાય નહિ. પરંતુ એ વખતે પણ વાર્તાકથનનો સમય છે ખરો. આગળના વખતમાં તો પંથે વાર્તા કહેવામાં ચતુરાઈ માનતી. એ સંબંધે એક નાની એવી વાર્તા વાર્તાપ્રકરણોને પંથે કહી નાખું. એક હતો કણબી. કણબીને એકનો એક જ દીકરો, પણ એ અક્કલનો દુશ્મન ! કણબીને વિચાર થયો કે હું ગામનો પટેલ છું; મારે ઘેર સો સાંતીની ખેડ છે, ઢોરઢાંખરનો પાર નથી ને પાછળ આ દીકરો તો છે સાજાગાંડા જેવો. આનું કેમ કરવું ?