પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૧
 

વાર્તા અને નાટયપ્રયોગ વધારે આકર્ષણ લાગે છે; કેટલાક બાયલા છોકરાઓને સ્ત્રીઓના પાઠ લેવા એકદમ ગમી જાય છે. મૂરખ અને અનાડી છોકરાઓને વાંદરાનો, ચોરનો, વાઘનો ને એવા વેશો લેવા ગમે છે. કેટલાએક બહાદુરોને સિપાઈનો, હવાલદારનો ને ફોજદારનો વેશ લેવો ગમે છે. કેટલાંએક માગણવૃત્તિવાળાં બાળકોને ગામોટ કે મહારાજનો વેશ લેવાનું ઘણું મન થાય છે. કેટલાંએક વિનોદી કે ટીખળી બાળકોને વિદૂષક કે મશ્કરાનો વેશ લેવાનું રુચે છે. રસિક બાળકો વેશ પહેરવામાં તેમ જ ચાલવાની અને બોલવાની છટામાં પોતાની રસવૃત્તિ પ્રગટ કરે છે. સંગીતનાં શોખીન બાળકો તો ગાવાની વૃત્તિને તૃપ્તિ આપવાનો એક અધિક મોકો અભિનંદે છે. બાળકોને જો સ્વયં નાટક કરવાનો શોખ લાગે તો વાર્તાનાં નાટકોમાંથી ઈતિહાસનાં નાટકો પર, ભૂગોળનાં નાટકો પર અને શાળામાં ચાલતા બીજા વિષયોનાં નાટકો ઉપર લઈ જઈ શકાય. અગત્યની ભલામણ કરવાની છે તે એ જ કે નાટકનું કામ તદ્દન ઐચ્છિક જોઈએ. માત્ર નટવૃત્તિનાં બાળકોને પૂરેપૂરો લાભ મળે એ બુદ્ધિથી જ નાટકના કામને અવકાશ મળવો જોઈએ. હવે આપણે નાટયપ્રયોગ માટે કેવી વાર્તાઓ પસંદ કરવી જોઈએ તેનો વિચાર કરીએ. કેટલીક વાર્તાઓ શ્રાવ્ય હોય છે એટલે માત્ર સાંભળવા જેવી હોય છે; એમાં વર્ણન પ્રધાન હોય છે. કેટલીએક અત્યંત ક્રિયાપ્રધાન હોય છે, ને એમાં બનાવો ઝડપથી બનતા હોય છે. જ્યારે કેટલીએક વાર્તાઓ સંવાદપ્રધાન હોય છે નાટકને માટે સંવાદ અને ક્રિયા બંને વસ્તુઓ જેમાં હોય તેવી વાર્તાઓ કામની છે. ૨૧૧ કાગડાકાબરની વાર્તા, કાગડો અને કોઠીબું, કાગડો અને ઘઉંનો દાણો, પેમલો અને પેમલી તથા ચમારે મારી ચકલી